ETV Bharat / city

સુરત જિલ્લામાં બાકી રહેલા ચાર મંડળોમાં ભાજપ સંગઠનની રચના કરાઈ - ભાજપ

સુરત જિલ્લા ભાજપ દ્વારા જિલ્લામાં બાકી રહેલા ચાર મંડળોમાં સંગઠન પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. કામરેજ તાલુકા, મહુવા તાલુકા, કડોદરા નગર અને બારડોલી નગરના પ્રમુખ તેમ જ મહામંત્રીના નામોની જાહેરાત સંદીપ દેસાઇ દ્વારા કરાઇ હતી.

સુરત જિલ્લામાં બાકી રહેલા ચાર મંડળોમાં ભાજપ સંગઠનની રચના

author img

By

Published : Dec 5, 2020, 1:05 PM IST

  • મંડળોના પ્રમુખ મહામંત્રીની વરણીથી કહીં ખુશી કહીં ગમ
  • કામરેજ સિવાય તમામ મંડળોમાં નવા ચહેરાને સ્થાન
  • બારડોલીમાં રાકેશ ગાંધીને મળ્યું પ્રમુખપદ

બારડોલી : સુરત જિલ્લા ભાજપ દ્વારા બાકી રહેલા ચાર મંડળોના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવતા કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો હતો. જેમાં બારડોલી અને કડોદરામાં અપેક્ષા કરતાં ઊલટ વરણી થવાથી એક જૂથમાં સોપો પડી ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સુરત જિલ્લા ભાજપની કમાન સંભાળતા જ સંદીપ દેસાઇએ જિલ્લા સંગઠનની સાથે સાથે બાકી રહી ગયેલા મંડળોમાં પણ નવા ચહેરાઓને સ્થળ આપ્યું છે. બારડોલી નગર પ્રમુખ અજિતસિંહ સુરમાને બઢતી આપી જિલ્લામાં ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હોય તેમની જગ્યાએ મહામંત્રી રાકેશ ગાંધીને નગર સંગઠન પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત બીજા મહામંત્રી અરવિંદ જાધવને કાપી એમની જગ્યાએ બે નવા ચહેરાઓ મૂકવામાં આવ્યા છે. ઉપપ્રમુખ જગદીશ પટેલ અને સુરત જિલ્લા યુવા ભાજપાના મહામંત્રી અનંત જૈનને નગર સંગઠનમાં મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે.

બારડોલીમાં પ્રમુખ પદના દાવેદાર હીરા શાહના જૂથમાં સોપો

આ નિમણૂકથી પ્રમુખ પદના દાવેદાર હીરાલાલ શાહના જુથમાં સોપો પડી જવા પામ્યો છે. બારડોલી નગર ભાજપના પ્રમુખ તરીકે રાકેશ ગાંધી અને મહામંત્રી તરીકે અનંત જૈન તેમ જ જગદીશ પટેલને જવાબદારી સોંપવામાં આવતા કાર્યકર્તાઓએ તેમની નિમણૂકને વધાવી લીધી હતી અને શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો.

મહુવા તાલુકા પ્રમુખ તરીકે હિતેશ નાયક

મહુવા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હિતેશ નાયકની વરણી કરાઇ છે. જે માજી પ્રમુખ જિગર નાયકની નજીકના ગણાય છે. મહામંત્રી પદે હેમંત ચૌધરી અને જગદીશ પટેલની વરણી કરાઇ છે.

કામરેજમાં બળવંત પટેલ રિપીટ

કામરેજમાં બળવંત પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે મહામંત્રી પદે હરેશ જોગાણી તેમજ ઊંભેળ ગામના સરપંચ અને ભાજપ અગ્રણી જગુભાઈ પટેલના જમાઈ દર્શન પટેલની વરણી કરવામાં આવી છે. પ્રમુખ અને મહામંત્રીની વરણી થતાં હવે તાલુકામાં ઉપપ્રમુખ અને અન્ય હોદ્દાઓ મેળવવા માટે કાર્યકર્તાઓએ જોર લગાવવાની શરૂઆત કરી છે.

કડોદરામાં ઉત્તર ભારતીયને બનાવવામાં આવ્યાં પ્રમુખ

કડોદરા નગરમાં અપેક્ષાથી વિપરીત ઉત્તર ભારતીય એવા શૈલેષ શ્રીવાસ્તવને પ્રમુખ પદે વરણી કરાઇ છે. જેને લઈને એક જૂથમાં સોપો પડી ગયો છે. મહામંત્રી પદે મોહન પટેલ અને કિરણ પરમારની વરણી કરવામાં આવી છે. આ વરણીમાં પણ જૂથવાદ તોડી પરિસ્થિતિ બેલેન્સ કરવા માટે સંદીપ દેસાઇ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.