- ડાયમંડ સીટીમાં તૈયાર કરવામાં આવી સોનાની મીઠાઈ
- હાર જેવા આકારની મીઠાઈ બની આકર્ષણનું કેન્દ્ર
- ડાયમંડ માટેે સુગર સીરપના સ્ટોનનો ઉપયોગ
- મીઠાઈ પર લગાવવામાં આવ્યું 5 ગ્રામ સોનાનું વરખ
સુરત: ભારતમાં પહેલી વાર ગોલ્ડની મીઠાઈનો હાર તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ ઇમ્પોર્ટ કરેલી મીઠાઈ પર સોનાનું વરખ અને સ્ટોન લગાવાયા છે. આ સ્ટોન જેલીના હોવાના કારણે તેને ખાઈ પણ શકાય છે. સોનાના મીઠાઈના માટા હારની કિંમત રૂપિયા 31 હજાર છે અને નાના હારની કિંમત 21 હજાર રૂપિયા છે. ગ્રાહકોમાં ડિમાન્ડ નીકળતા ગોલ્ડની મીઠાઈ વાળા હાર તૈયાર કરવામાં આવ્યા છે.
ભારતમાં પહેલી વાર ગોલ્ડની મીઠાઈનો હાર તૈયાર કરાયો મીઠાઈ પર લગાવાયું પાંચ ગ્રામ સોનાનું વરખ આમ તો સોનાનો હાર જ્વેલર્સના ત્યાં મળતો હોય છે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે, સોનાનો હાર મીઠાઈ વિક્રેતાને ત્યાં વેચાણ માટે મૂકવામાં આવ્યો હોય? આશ્ચર્યમાં મૂકાઈ જશો એવી ઘટના સુરતમાં થઈ છે. દિવાળી પર્વને ધ્યાનમાં રાખી સુરતના મીઠાઈના વિક્રેતાએ સોનાના હાર હોય તેવા આકારમાં સોનાની મીઠાઈ તૈયાર કરી છે. સુરતના મીઠાઈ વિક્રેતાએ મીઠાઈ વેચવા માટે નહીં પરંતુ કંઈક અલગ કરવા માટે મીઠાઈનો આ હાર તૈયાર કર્યો છે. જેમાં પાંચ ગ્રામ સોનાનું વરખ લગાવવામાં આવ્યું છે. મહિલાઓ આકર્ષિત થાય તે માટે મહિલાઓ માટે પ્રિય એવો સોનાના હાર મીઠાઈના રૂપમાં બનાવવામાં આવ્યો છે.ડાયમંડ માટેે સુગર સીરપના સ્ટોનનો ઉપયોગ હાલના શેપમાં આ મીઠાઈ ઉપર કાજુના માવાનો ઉપયોગ કર્યો છે. હાર વધુ આકર્ષક લાગે તે માટે તેના ઉપર ડાયમંડ લગાડેલા દર્શાવવા માટે સુગર સીરપના સ્ટોન બનાવીને મુકાયા છે. આ હારને આરોગવા માટે જ તૈયાર કરવામાં આવ્યા છે.મોટા હારની કિંમત રૂપિયા 31 હજાર જ્યારે નાનો હારની કિંમત રૂપિયા 21 છે. હાલ જ આ મીઠાઈ એક્સપોર્ટ પણ કરવામાં આવી છે. ખાસ જ્વેલરી ડિઝાઇનર પાસે આ ડિઝાઇન તૈયાર કરાઈ છે.