- ગટરલાઈનની ઉપર ફટાકડા ફોડી રહ્યા હતા બાળકો
- માચીસ સળગાવતા અચાનક ગટરલાઇનમાં આગ ભભૂકી
- આ ઘટનામાં પાંચેય બાળકો દાઝ્યા
સુરત: શહેરના યોગીચોક વિસ્તાર (Yogi Chowk Area)માં આવેલી તુલસી દર્શન સોસાયટીની બહાર નાના બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. જો કે આ દરમિયાન 5 બાળકો એકઠા થઇ સોસાયટીની બહાર આવેલી ગટરલાઈન (Gutterline)ની ઉપર જ ફટાકડા ફોડવા માટે બેઠા ત્યારે અચાનક જ ગટરલાઈનમાં આગ ભભૂકી ઊઠી હતી, જેથી પાંચેય બાળકો દાઝી ગયા હતા.
ગેસની પાઈપલાઈનમાં લીકેજ હોવાના કારણે લાગી આગ
ઉલ્લેખનીય છે કે આ સોસાયટીની આસપાસ ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે અંડર ગ્રાઉન્ડ પસાર થતી ગેસની પાઈપલાઈન (Gas pipeline) ક્યાંકથી લીકેજ થઈ હોય અને ગેસ પસરવાના કારણે લાગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાંચેય બાળકોએ જ્યારે ફટાકડા ફોડવા માટે માચીસનો ઉપયોગ કર્યો ત્યારે ગેસે તરત આગ પકડી હોય તે રીતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ
પાંચેય બાળકો એકઠા થઇ સોસાયટીની બહાર આવેલી ગટર લાઈનની ઉપર જ ફટાકડા ફોડવા માટે બેઠા હતા ત્યારે અચાનક જ ગટરલાઈનમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં પાંચેય બાળકો દાઝી ગયા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા CCTV ફૂટેજમાં કેદ થઇ ગઈ હતી. CCTVમાં સ્પષ્ટપણે જોવા મળ્યું કે કઈ રીતે પાંચેય બાળકો સૌથી પહેલા તો સોસાયટીના ગેટની અંદર બેઠા હોય છે. ત્યારબાદ ફટાકડા ફોડવા માટે સોસાયટીના ગેટની બહાર આવી ત્યાં ગટરલાઇનના ઢાંકણા ઉપર જ ફટાકડા ફોડવા માટે એક સાથે બેસે છે અને ફટાકડા ફોડતા પહેલા જ ગટરમાંથી અચાનક આગની જ્વાળાઓ ભભૂકી ઉઠે છે અને પાંચેય બાળકો એક જ ઝટકાની સાથે ત્યાંથી હટી પણ જાય છે. જો કે તેમ છતાં આ પાંચે બાળકો દાઝી જાય છે.
અચાનક આગ ભભૂકી અને 5 બાળકો દાઝી ગયા
સદનસીબે બાળકોને વધારે ઈજાઓ પહોંચી નહોતી. સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટીની બહાર 5 બાળમિત્રો ફટાકડા ફોડી રહ્યા હતા. તે વખતે તેઓ પાંચેય ગટરલાઈન ઉપર ફટાકડા ફોડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ત્યાંથી અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ પાંચે બાળકો દાઝી ગયા હતા.જો કે આ પાંચેય બાળકોને સદનસીબે વધારે ઈજાઓ પહોંચી નહોતી. ઉલ્લેખનીય છે કે હાલ દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે બાળકો તથા માતા-પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે.
આ પણ વાંચો: સુરતમાં માતાની મમતાં મરી પરવરી : નવજાત બાળકીને જન્મતાની સાથેજ તરછોડી દીધી
આ પણ વાંચો: પુષ્ય નક્ષત્રમાં Gold-Silver ખરીદવા અમદાવાદવાસીઓ ઉમટ્યાં