ETV Bharat / city

Surat Gold Silver dust Theft: કાનાણી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાંથી સોના ચાંદીના ડસ્ટ ચોરી કરનાર પાંચ આરોપીઓની ધરપકડ - પોલીસ દ્વારા રિફાઇનરી ભઠ્ઠી મળી

સચિન જીઆઈડીસીમાં આવેલી કાનાણી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાંથી 5 શંકાસ્પદ લોકોએ ચાંદીની સોનાની ડસ્ટ ચોરી(gold and silver Dust) કરી હતી. આ ચોરી 13 એપ્રિલ 2022ના રોજ કરવામાં આવી હતી. કુલ 19 લાખની ચોરી(Surat Gold Silver dust Theft) થઈ હતી, જેમાં શકમંદો પાસેથી 10.50 લાખની વસૂલાત કરવામાં આવી હતી. જાણો સમગ્ર મામલો.

Surat Gold Silver dust Theft: કાનાણી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાંથી સોના ચાંદીના ડસ્ટ ચોરી કરનાર પાંચ આરોપીઓની ધરપકડ

author img

By

Published : Apr 22, 2022, 6:13 PM IST

સુરત: સચિન જીઆઈડીસી સ્થિત કાનાણી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાંથી(Kanani Industries Limited) સોના ચાંદીના ડસ્ટ ચોરી(Stealing of Siler dust) થવાની ઘટનામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી(Five accused of stealing gold dust) છે. પોલીસે કુલ 10.50 લાખનો મુદામાલ પણ કબજે કર્યો છે. જ્વેલરી બનાવવાનું મોટે પાયે કામ કરતી કાનાણી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાં ગત 13મી એપ્રિલના રોજ રાતે ચોરી થઇ હતી. અહીથી 22.50 લાખની ડસ્ટ ચોરી થઇ હતી.

આ પણ વાંચો: Theft In Surat: 23.60 લાખનો સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરનારા કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

પોલીસે કુલ 10.50 લાખનો મુદામાલ જપ્ત - ચોરી મામલે પોલીસ ફરિયાદ નોધાઇ હતી. આ ઘટનામાં સચિન જીઆઈડીસી પોલીસે અબ્દુલ સુએદ અબ્દુલ સૈયદ રબ, સલીમશા મોહમદ ખાન, વિભાભાઈ ઉકાભાઈ ભડીયાદરા, વિભા વાસાભાઈ ભરવાડ અને બલદાઉ આગમન પ્રસાદ મિશ્રાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 10.50 લાખની ડસ્ટ, 6 મોબાઈલ, રીફાઈન કરવાની ભઠ્ઠી(Refinery furnace recovered By police) સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો: Chhotaudepur Theft Case : દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા 2 આરોપી ઝડપાયા

10.50 લાખનો મુદામાલ કબજે કરાયો - પોલીસે જણાવ્યું હતું કે કાનાણી ઇન્ડસ્ટ્રીઝ નામથી કંપનીમાંથી ડસ્ટની(gold and silver Dust) ચોરી થઇ હતી. આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી હતી. અહીંથી 22 લાખની સોનાની ડસ્ટની ચોરી(Surat Gold Silver dust Theft) થઇ હતી. આ બનાવમાં પોલીસે અલગ અગલ એન્ગલથી તપાસ કરી 5 આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવાયા છે. આરોપીઓ પાસેથી 10.50 લાખનો મુદામાલ કબજે કરાયો છે. આ ઉપરાંત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.