- સુરતના મોટા વરાછા વિસ્તારમાં રેસીડેન્સીમાં અચાનક આગ લાગી
- ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી
- આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી
સુરત: મોટા વરાછા વિસ્તારના મહારાજા ફાર્મની પાછળ આવેલ શિવધારા રેસીડેન્સીમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે, એપાર્ટમેન્ટના જાગૃત નાગરિક ધર્મેશ ચોવાડીયા દ્વારા તરત ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જોકે, આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.
આ પણ વાંચો: રાજકોટના ફ્લેટમાં લાગી આગ, 4 માસની બાળકીનો બચાવ
ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાઈ
ફાયર વિભાગને જાણ કરનાર દ્વારા કહેવામાં આવ્યું કે, આજે (શનિવારે) સાંજે 6:50 મિનિટે અમે બહાર ઉભા હતા અને અચાનક જ અમને લોકોનો અવાજ સાંભળ્યો. અમે જઈને જોયું તો એકા એક બધા દોડવા લાગ્યા હતા. બાદમાં અમને ખબર પડી કે બિલ્ડીંગમાં આગ લાગી હતી. જોકે, અમે તુરંત જ આખી બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવી હતી. ત્યારે, બીજી બાજુ મેં ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના સાથી 10 મિનિટમાં પહોંચી આવ્યાં હતા. લગભગ અડધી કલાકમાંજ ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લઇ લેવામાં આવી હતી.જોકે, આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી.
આ પણ વાંચો: રાજકોટમાં અલગ-અલગ બે જગ્યાએ આગના બનાવ આવ્યા સામે