સુરત: સારોલી રોડ પર આવેલી અને છેલ્લા કેટલાક માસથી બંધ પડેલા માર્કેટમાં ફરી એક વખત આગની ઘટના બનતાં સુરત ફાયર વિભાગનો કાફલો દોડતો થઇ ગયો હતો. મોડી રાત દરમિયાન આગનો કોલ મળતા સુરત ફાયર વિભાગની 18 જેટલી ગાડીઓ ઉપરાંત ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં અડધો કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગની ઘટનાના પગલે પાલિકાના ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
સુરત ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને બૂમ બાઉઝર અને ઓટોમેટિક રોબો મશીનની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ અંગે ડેપ્યુટી કમિશ્નર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, માર્કેટમાં વેલ્ડીંગ કામ દરમિયાન કાટમાળમાં આગ લાગી હતી. વેલ્ડીંગના તણખલા ઉડવાથી આગ પ્રથમ, ચોથા અને નવમા માળે પ્રસરી હતી. જો કે ફાયરે અડધો કલાકમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો.ઘટના અંગે સુડા વીભાગના અધિકારીઓ આ મામલે તપાસ કરશે.
સુરત ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે આ એજ રઘુવીર સેલિયમ માર્કેટ છે જ્યાં અગાઉ ભીષણ આગની ઘટના બની ચુકી છે. જે આગ માર્કેટ માં બે દીવસ સુધી ચાલી હતી.અગાઉ માર્કેટ માં બનેલી આગની ઘટના બાદ સુડા વિભાગ દ્વારા સંપૂર્ણ માર્કેટ ને શીલ કરી દેવામાં આવી હતી.