ETV Bharat / city

સુરતના વેસુ વિસ્તારમાં સીટી બસમાં આગ, કોઇ જાનહાનિ નહીં - fire at vesu area of surat

સુરતના વેસુ વિસ્તારમાં મહાવીર કોલેજની સામે એકાએક સીટી બસમાં આગ લાગી હતી. આ સમયે બસમાં 10 પ્રવાસીઓ હતા પરંતુ તમામ બસમાંથી ઉતરી જતા જાનહાનિ ટળી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં સીટી બસમાં આગ, કોઇ જાનહાનિ નહિ

author img

By

Published : Oct 21, 2020, 8:22 PM IST

  • ભગવાન મહાવીર કોલેજ પાસે સીટી બસમાં આગ
  • બસની બળીને ખાખ થઇ
  • શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

સુરત : શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ પાસે સીટી બસમાં આગ લાગતા દોડધામ મચી હતી. ઘટના સમયે બસમાં 10 પ્રવાસીઓ બેઠેલા હતા પરંતુ તેઓ સમયસર બસમાંથી ઉતરી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી.

સુરતના વેસુ વિસ્તારમાં સીટી બસમાં આગ, કોઇ જાનહાનિ નહિ
સુરતના વેસુ વિસ્તારમાં સીટી બસમાં આગ, કોઇ જાનહાનિ નહિ

બસ બળીને ખાખ થઈ ગઈ
આગ લાગતા બસમાં બેસેલા પ્રવાસીઓ અને ડ્રાઇવર-કંડક્ટરનો જીવ અધ્ધર થઇ ગયો હતો. આગની જાણકારી મળતા જ તમામ પ્રવાસીઓ બસમાંથી કૂદી ગયા હતા. જોતજોતામાં આગે આટલી હદે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

બસની બારીઓના કાચ તૂટી ગયાઆગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળી રહ્યા હતા. બસની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવા માટેની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ત્યાં સુધી આખી બસ આગની જવાળાઓમાં સ્વાહા થઇ ગઇ હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય એવી પ્રાથમિક માહિતી મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.