ETV Bharat / city

ખાતરમાં સબસિડી વધારાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો

કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસિડી 140 ટકા વધારવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. આ પહેલાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પૂર્ણ થયાં પછી ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતાં દેશભરમાં ખેડૂતોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારે સબસિડી વધારતાં છેવટે ખેડૂતોને રાહત મળી છે.

ખાતરમાં સબસિડી વધારાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો
ખાતરમાં સબસિડી વધારાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો
author img

By

Published : May 21, 2021, 2:11 PM IST

  • કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસીડી 140ટકા વધારવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો
  • સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લેતા ઓલપાડના કુદસદ ગામના ખેડૂતોએ સરકારનો આભાર માન્યો
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાં જ થયો હતો ખાતરમાં ભાવવધારો
  • ઠેરઠેર ખેડૂતોએ કર્યો હતો વિરોધ,કેન્દ્ર દ્વારા પહેલીવાર સબસિડીમાં સૌથી મોટો વધારો

    સુરતઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાં જ સરકારે DAP ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો હતો,ત્યારે સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ઠેર ઠેર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુધવારે ખાતરની કિંમતો મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરીને કેટલાક મહત્વના નિણર્ય લીધાં હતાં. ખાતરની સબસિડી પર કેન્દ્ર દ્વારા પહેલીવાર સબસિડીમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો ને 140 ટકા કરવામાં આવતાં સબસિડી વધારાને ખેડૂતોએ હોંશભેર આવકાર્યો હતો.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો, ડીએપી પર સબસિડી વધારો થયો

ઈટીવી ભારતના માધ્યમથી સરકારનો આભાર વ્યક્ત કર્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં નેતાઓએ કોઈપણ ખાતરમાં ભાવ વધશે નહીની વાત કરી હતી. જોકે ચૂંટણી પૂરી થતાં જ ખાતરના ભાવમાં તોતિંગ વધારો આવતા ખેડૂતોએ સરકારને આડે હાથ લીધી હતી. ત્યારે હાલ સરકાર દ્વારા સબસિડીના સૌથી મોટો વધારો કરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સરકારના ખેડૂત લક્ષી નિણર્યને આવકાર્યો હતો

બાઈટ- ઘનશ્યામ પટેલ ખેડૂત, કુદસદ

આ પણ વાંચોઃ ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા કૃષિપ્રધાનને કરી માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.