સુરત: જિલ્લાના માંડવી તાલુકાના(Mandvi Taluka of Surat District) ખેડૂતોની જીવાદોરી સમાન લાખી ડેમ સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સુરત જિલ્લાના મોટાભાગના જળાશયોમાં(Water Level in Surat Reservoirs) ભારે પાણીની આવક થઈ છે. માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન લાખી ડેમ પણ ઓવરફ્લો(Lakhi Dam Overflows ) થયો હતો.
આ પણ વાંચો: રાજ્યનો આ બીચ કરાયો બંધ, સુરત સહિતના શહેરોમાં એલર્ટ
માંડવી પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે - સીઝનમાં પહેલીવાર લાખી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા લાખી ડેમ પર સહેલાણીઓની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, તેમજ માંડવી પોલીસને તૈનાત(Deployed to Mandvi Police) કરી દેવામાં આવી હતી. હાલ વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નીચાણવાળા ચાર ગામને એલર્ટ પણ કરી દીધા હતા.
આ પણ વાંચો: ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી, દેખાયો અદભૂત નજારો
લાખીડેમના વાયરલેસ ઓપરેટરે જણાવ્યું હતું કે - હાલની ડેમની સપાટી(Lakhi Dam Surface Level ) 74 મીટર છે. હાલ વરસાદ ઓછો હોવાને કારણે ઓવરફ્લો પણ ઓછો છે. જેથી હાલ નીચાણવાળા ચાર ગામો કમલ કૂવા, બેડધા,ભાતખાઈ,અને સરકૂઈને એલર્ટ કરવામાં આવ્યા છે.