- પ્રસિદ્ધ લેખક યશવંત મહેતા અને તેમની પત્નીએ આપી કોરોનાને મ્હાત
- સારવાર માટે અમદાવાદથી સુરત ખસેડવામાં આવ્યા
- દંપતિ દ્વારા 25,000નો ચેક હોસ્પિટલને આપવામાં આવ્યો
સુરત : કોરોના વૈશ્વિક મહામારી ગંભીર હોવા છતાં સચોટ અને સમયસરની સારવાર થકી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે અમદાવાદથી આવેલા વયોવૃધ્ધ દંપતીએ 7 દિવસ સુરતના સિવિલની સારવાર લીધી. પ્રસિદ્ધ લેખક 80 વર્ષિય વૈધ દિવ્યબાળા બહેને 45 ટકા કોરોનાના ઈન્ફેક્શન સામે લડત આપી 7 દિવસમાં કોરોનાને પરાસ્ત કરીને યુવાનો માટે પ્રેરણા રૂપ બન્યા હતા.
હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ
લેખક અને પત્રકારની ફરજ બજાવતા તેમજ નવલકથાઓના ભાગરૂપે વાંચકોના હૃદયમાં એક ઊમદા સ્થાન મેળવનાર 82 વર્ષિય યશવંત મહેતા અમદાવાદ ખાતે રહે છે. તેઓએ કહ્યું કે, અમે જીવનના 60 વર્ષથી વધુનો સુખ દુ:ખનો સમય સાથે વિતાવ્યો છે. અહીના તબીબો, નર્સ, સફાઇ કર્મચારીઓની સેવાનો સાક્ષી બન્યો છું, નિ:સ્વાર્થ ભાવે સેવા કરતા તમામ કર્મચારીઓની કામગીરી અને પ્રેમ જોઈ હોસ્પિટલ મારા બીજા ઘર સમાન લાગતી હતી.
અમદાવાદ થી સુરત ખસેડવામાં આવ્યા
યશંવત મહેતાના પુત્રી ડો. ઋતંભરા મહેતા હાલમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવે છે. એક મહિના પહેલા લેખક યશવંત મહેતાની તબિયત ખરાબ થઇ હતી. યશવંત મહેતાએ તા.22મી એપ્રીલના રોજ RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. તા.23મી એપ્રીલે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગેની જાણ ડો. ઋતંભરા મહેતાને જાણ થઇ હતી તેઓએ તત્કાલ અમદાવાદમાં રહેતા માતા-પિતાને પરિવારને સુરત બોલાવી લીધા. અમદાવાદથી સુરત આવતા સમયે યશવંત મહેતાની 80 વર્ષિય ધર્મપત્નિ દિવ્યબાળા મહેતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં પાંચ દિવસ સુધી ઘરે જ સારવાર લીધા બાદ દિવ્યબાળાની તબિયત વધુ ખરાબ થઇ હતી અને તેઓને તા.1લી મેના રોજ સુરતની સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દિવ્યબાળાની ડો. અશ્વિન વસાવા, ચેસ્ટ સ્પેશ્યાલીસ્ટ ડો. પારૂલ વડગામા, આરએમઓ કેતન નાયક, ડો. અમિત ગામીત અને નર્સિંગ સ્ટાફની દેખરેખ હેઠળ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારત બાયોટેકે કો વેક્સિન નું ઉત્પાદન વધાર્યું
25 હજાર રૂપિયાનો ચેક સિવિલને આપ્યો
સાત દિવસની ટ્રીટમેન્ટ બાદ દિવ્યબાળાને રજા આપવામાં આવી હતી. આ પ્રસંગને યાદ કરતા મેડિકલ કોલેજના ડીન ડો. ઋતંભરા મહેતાની ઉપસ્થિતિમાં સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાગીની વર્મા, આરએમઓ ડો. કેતન નાયક સહિત તબીબો અને નર્સિંગ સ્ટાફની નમન કરીને અમદાવાદથી આવેલા લેખક યશવંત મહેતા અને વૈધ દિવ્યબાળા પોતાની વિનામુલ્યે સારવાર કરી તેના બદલે આ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય દર્દીઓને મદદરૂપ થવા માટે આજે સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિને રૂપિયા 25 હજારનો ચેક અર્પણ કર્યો હતો.યશવંત મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે જે તબીબો, નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ સેવા આપી કાળજી રાખી તે બદલ આ સુરત શહેરનો આભાર માનીએ છીએ.
મને તો કશુ થયુ જ નથી, હું ખુબ જ સ્વસ્થ છું : દિવ્યાબાળા મહેતા
સાત દિવસની ટ્રીટમેન્ટ દરમિયાન જ્યારે પણ ડોક્ટરો રાઉન્ડ ઉપર જતા હતા ત્યારે દિવ્યબાળાનું ઓક્સિજન લેવલ ઓછુ હોવા છતાં ડોક્ટરોને કહેતા કે, મને તો કશુ થયુ જ નથી, હું ખુબ જ સારી છું અને માનસિક રીતે મક્કમ રહ્યા હતા. વૈદ્યની પદ્ધતિથી લોકોને સાજા કરનાર દિવ્યબાળાએ કહ્યું કે, તમામ ડોક્ટરો સહિતનો સ્ટાફ મારા દિકરા-દિકરી સમાન છે, હું અહીંયા એકલી છું તેવું લાગ્યું જ નથી. સાત દિવસ ક્યાં પસાર થયા તે પણ ખબર ન પડી.
માતાએ અડધી સારવાર જાતે જ કરી લીધી હતી
ગર્વમેન્ટ મેડિકલ કોલેજ સુરતના ડિન ડો. ઋતંભરા મહેતાએ જણાવ્યું કે, મારી માતા પોતે વૈદ્ય છે અને તેઓ પોતાની દવા જાતે જ લઇને આવ્યા હતા, માનસિક રીતે મક્કમ રહેતા મારી માતાએ અડધી સારવાર જાતે જ કરી લીધી હતી. સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો મેડિકલ અને પેરામેડિકલના આરોગ્ય કર્મઓની ટીમનું મહત્વનું પ્રદાન હોય છે, ખાસ કરીને ફિઝિશિયન, ચેસ્ટ ફિઝિશિયન, એનેસ્થેસિયા, સ્પેશીયાલિસ્ટો રેસીડન્ટ ડોક્ટરો, ઇન્ટર્ન ડોક્ટરો, RMO, ફિઝીયોથેરાપીસ્ટ, લેબોરેટરી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને સફાઇ કર્મચારીની ખુબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે. આ તમામ વિભાગમાંથી 20 થી 25 વ્યક્તિઓની ટીમ તૈયાર થાય છે અને એક દર્દીને સારો કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.