- કીમ પોલીસે બોલાવ GIDCની કંપનીમાંથી નકલી સેનેટાઈઝર ઝડપ્યું
- રેડની ગંધ સંચાલકો-કારીગરોને આવી જતા કંપની મૂકીને ભાગી ગયા
- પોલીસે કંપનીમાંથી મોટી માત્રામાં સેનેટાઈઝરનું રફ મટિરિયલ કબ્જે કર્યું
સુરત: ઓલપાડ તાલુકામાં કોરોના કાળમાં કોવિડને લગતી ડુપ્લીકેટ સામગ્રી ઝડપાઇ આવી છે. કેટલાક તકસાધુઓ બે પૈસા કમાવવાની લાલચમાં લોકોના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. પોતાની કાળી કરતૂતને અંજામ આપતા હોય છે. પહેલા ઓલપાડના માસમાં ગામ નજીકથી ડિસેમ્બર મહિનામાં ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાનું કૌભાંડ ઝડપાયુ હતુ. ત્યારબાદ ઓલપાડના પિંજરત ગામેથી ફાર્મ હાઉસમાંથી મોટી માત્રામાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યા બાદ હવે ઓલપાડની બોલાવ ગામે આવેલી GIDCમાંથી ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાનું કૌભાંડ કીમ પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડ્યું છે.
આ પણ વાંચો: વડોદરાની ગોરવા BIDCમાંથી જપ્ત કરાયેલો 45 લાખનો સેનિટાઇઝરનો જથ્થો ડૂપ્લીકેટ હોવાનું સામે આવ્યું
કીમ પોલીસે બાતમીના આધારે સાંજે એક ફેક્ટરી રેડ કરી
કીમ પોલીસે બાતમીના આધારે સાંજે એક ફેક્ટરી રેડ કરી હતી. જ્યાં પહોંચી કીમ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે સ્થળ તપાસ કરતા મોટી માત્રામાં સેનેટાઈઝરની ખાલી તેમજ ભરેલી નાની મોટી બોટલો, રફ મટીરીયલ, મોટા બોક્ષ, કેમિકલ ભરેલા નાના-મોટા બેરલો તેમજ એક ટ્રક સાથે મોટા પ્રમાણ માં ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાનું કૌભાંડ કીમ પોલીસે ઝડપી પાડ્યું છે. જોકે કીમ પોલીસને જોઈ ફેક્ટરીમાંથી કારીગરો તેમજ ત્યાં સંચાલન કરતા લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કીમ પોલિસ દ્વારા FSL તેમજ ડ્રગ વિભાગ ને જાણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી મોડી રાત્રી સુધી કાર્યવાહી ચાલી હતી.
આ પણ વાંચો: ગોરવા BIDC સ્થિત એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં 50 લાખનું ડુપ્લિકેટ સેનિટાઈઝર મળ્યું