સુરતઃ શહેરમાં તાજેતરમાં સ્વસ્થ થયેલા કોરોના દર્દીએ લોકોએ અપીલ કરતો વીડિયો શેર કર્યો છે. દુબઈમાં વેપાર કરનારા ફેઝલે ડૉક્ટર અને સરકારને સહયોગ આપવા અપીલ કરી છે. ફેઝલે જણાવ્યું કે, આ સાચો સમય છે પોતાના દેશ પ્રત્યે કર્તવ્ય નિભાવવાનો. આ સાથે જ ફેઝલે સરકારી હોસ્પિટલમાં સારવારની પદ્ધતિ અને ડૉકટરોની પણ ખૂબ પ્રશંસા કરી છે.
સ્વસ્થ થયા બાદ ફેઝલે લોકોને સંબોધિત કરતા જય હિન્દથી શરૂઆત કરી હતી. ફેઝલે જણાવ્યું હતું કે, તે 16મી માર્ચે દુબઈથી સુરત આવ્યો હતો અને 19મી માર્ચના રોજ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં હતાં. જેથી તેણે સામેથી સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રિપોર્ટ પોઝિટિવ આવવાથી મેં લોકોના સંપર્કમાં લોકોના સંપર્કમાં જવાનું ટાળ્યું હતું. તમે લોકો પણ સંપર્કમાં જવાનું ટાળો. વધુમાં ફેઝલે જણાવ્યું કે, સારવાર દરમિયાન બની શકે કે શરૂઆતના14 દિવસના થોડા કઠીન પણ જઇ શકે. વધુમાં ફેઝલે કહ્યું કે, ડરવાની જરૂર બિલકુલ પણ નથી. કારણ કે, મેં સારવાર લીધી છે એટલે કહી શકું કે સરકારી હોસ્પિટલની સર્વિસ આઉટ સ્ટેન્ડિંગ છે.
ફેઝલે સિવિલ હોસ્પિટલના વખાણ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, સરકારને સમર્થન આપવાનો આ સાચો સમય છે. બીજા દેશોની પરિસ્થિતિ તમે જોઈ જ શકો છો. પ્રાર્થના કરીંએ કે, આપણા દેશની પરિસ્થિતિ આવી ન થાય. હાલ પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે તો ભારત સરકારને સહકાર આપીએ. આવી તક આપણને બીજી વખત નહીં મળે. જય હિન્દ, જય ભારત.