- શહેરીજનોને કોઈપણ પ્રકારની હાલાકી થાય તે સહન નહીં કરૂંઃ હર્ષ સંઘવી
- લોકડાઉન સમયે શ્રમિકો રસોડાની શરૂઆત કરાવી
- હર્ષ સંઘવી પણ કોરોના પોઝિટિવ થયા હતા
સુરતઃ કોરોનાકાળ દરમિયાન સતત ગ્રાઉન્ડ પર રહેનારા ધારાસભ્ય હર્ષ સંઘવીને સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા કોવિડ હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ નજરે ચડી ગયા છે. આ અંગે હર્ષ સંઘવી દ્વારા ETV BHARATના સંવાદદાતાને માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલની બહાર તેઓ રાત્રીના સમયે કુર્સીમાં બેસ્યા હતા ત્યારે અનેક દ્રશ્યો તેમને જોવા મળ્યા હતા. એક તરફ કોવિંડના અનેક દર્દીઓના પરિજનો રડતા જોવા મળ્યા હતા તો ડિસ્ચાર્જ થનારા દર્દીઓના પરિજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. હર્ષ સંઘવીએ આ પણ જણાવ્યું હતું કે અનેક લોકો હોસ્પિટલમાં સારી રીતે ફરજ બજાવી રહ્યા છે, જેમને તેમના દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યું છે પરંતુ અમુક લોકો એવા છે કે, જેઓ ફરજ દરમિયાન પોતાના ઘરે ચાલ્યા જાય છે, આવા લોકો તેમના ધ્યાનમાં છે અને આવનારા સમયમાં તેમનો હિસાબ ચૂકતે કરવામાં આવશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતુ કે, શહેરીજનોને કોઈપણ પ્રકારની હાલાકી થાય તે તેઓ સહન નહીં કરે.
આ પણ વાંચોઃ કોરોનાના ભરડામાં ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી
વીડિયો કોલના માધ્યમથી વાત કરાવી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિ છેલ્લાં ચાર દિવસથી કોવિડ હોસ્પિટલની બહાર તાપમાં બેસી સરવાર મેળવી રહેલી કોરોના પોઝિટિવ પત્ની સાથે વાત કરવા માટે તરફડી રહ્યો હતો. આ વ્યક્તિની વ્યથા સાંભળીને હર્ષ સંઘવી દ્વારા હોસ્પિટલના સ્ટાફ સાથે વાતચીત કરી વીડિયો કોલના માધ્યમથી વાત કરાવી હતી. જેના કારણે વ્યક્તિના આંખોમાંથી ખુશીના અશ્રુ નીકળ્યા હતા. આવી જ રીતે અનેક દર્દીઓના પરિજનોની વાતચીત તેમણે દર્દીઓ સાથે કરાવી હતી.
આ પણ વાંચોઃ ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા 72 કલાકમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરશે
અટલ સંવેદના કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
સતત એક વર્ષ સુધી હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ દર્દીઓ અને તેમના પરિજનોને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય આ માટે કાર્યરત છે, તેઓ દ્વારા સુરતના અલ્થાણ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં અટલ સંવેદના કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. જેમાં હજારોની સંખ્યામાં દર્દીઓ સાજા પણ થયા એટલું જ નહીં તેઓ અવાર-નવાર સુરતના નવી સિવિલ હોસ્પિટલ પહોંચીને કોવિડના દર્દીઓના પરિજનો સાથે તેમની સમસ્યા જાણતા હોય છે. લોકડાઉન સમયે પણ હજારોની સંખ્યામાં શ્રમિકોને બે વખતનું ભોજન મળી રહે તે માટે પણ રસોડાની શરૂઆત કરી હતી. કોરોના કાળમાં તેઓ પોતે પણ કોરોના પોઝિટિવ થયા હતા પરંતુ સાજા થઈને આવ્યા બાદ તેઓ ફરીથી નવી સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલને કઈ રીતે દર્દીઓ માટે વધુ સુવિધાજનક બનાવી શકાય એ માટે કાર્ય શરૂ કરી દીધું છે.