- સુરતના શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ
- ગ્રેડ પે તેમજ બઢતી સહિતના નિયમોમાં ઉદાસીનતાને લઈને વિરોધ
- શિક્ષકો અને આચાર્યો જોડાયા વિરોધમાં, પરીક્ષાખંડો રહી શકે છે ખાલી
સુરત : રાજ્ય સરકાર દ્વારા આજે મંગળવારથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ સર્વેક્ષણને લઈને સુરતના શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરના શિક્ષકો આજના દિવસને કાળો દિવસ કહ્યો છે.આ માટે શહેરના શિક્ષક સંઘ દ્વારા આ વાતને લઈને રાજ્ય શિક્ષણ પ્રધાન પાસે ગયા અને રજૂઆત પણ કરી હતી. શહેરના 4000 જેટલા શિક્ષકો દ્વારા બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં 44 સેન્ટરો તૈયાર રાખવામાં આવ્યા છે. તમામ સેન્ટરો ખાલી રહેશે તેવી ચિમકીઓ પણ શિક્ષક સંઘ દ્વારા આપવામાં આવી છે.
છેલ્લા 15 વર્ષથી 4200નો ગ્રેડ પે આપવામાં આવતો નથી
શહેરના 4000 જેટલા શિક્ષકો આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતને છેલ્લા 15 વર્ષથી 4200 ગ્રેડ પે આપવામાં આવ્યો નથી. અન્ય જિલ્લા પંચાયતોની શાળામાં જે શિક્ષકો છે. તેમને 4200 ગ્રેડ પે આપવામાં આવે છે. જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને 2800 ગ્રેડ પે આપવામાં આવે છે. આ અને આના જેવા અનેક અન્યાયના કારણે તેનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો નિર્ણય શિક્ષકો દ્વારા લેવામાં આવ્યો છે.