ETV Bharat / city

ઊર્જાપ્રધાન પણ સાંભળીને થઈ ગયાં આશ્ચર્યચકિત, પોણા બે વર્ષ બાદ પણ નથી થઈ લાગુ ટેક્સટાઈલ નીતિ - વીજળી સબસિડી

રાજ્ય સરકારે લગભગ પોણા બે વર્ષ પહેલા ગુજરાત માટે નવી ટેક્સટાઇલ નીતિની જાહેરાત કરી હતી, જેમાં જણાવાયું હતું કે નવા યુનિટ અને નવા મશીનો ખરીદનારા વેપારીઓને વીજળી બિલમાં સબસિડી આપવામાં આવશે. પરંતુ આજદિન સુધી આ નીતિ લાગુ કરવામાં આવી નથી. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે તેઓએ સરકારની નવી નીતિનો લાભ મળ્યો જ નહીં, કારણ કે આ નીતિ અત્યાર સુધી લાગુ કરવામાં આવી નથી.

ખુદ ઊર્જાપ્રધાન સાંભળીને થઈ ગયાં આશ્ચર્યચકિત, પોણા બે વર્ષ બાદ પણ નથી થઈ લાગુ ટેક્સટાઈલ નીતિ

author img

By

Published : Oct 24, 2020, 1:49 PM IST

  • સુરતના વેપારીઓને ન મળ્યો લાભ
  • 2019ની નવી ટેક્સટાઈલ નીતિનો નથી મળ્યો લાભ
  • વીજળી બિલમાં સબસિડીનો ન મળ્યો લાભ
  • ઊર્જાપ્રધાન થઈ ગયાં આશ્ચર્યચકિત

સુરતઃ નવી ટેક્સટાઇલ પોલિસી લાગુ ન કરવાને કારણે ડીઆઈસી સાથે નોંધાયેલા લગભગ 5409 એકમોને સબસિડીનો લાભ મળ્યો નથી. એક અંદાજ મુજબ, દક્ષિણ ગુજરાતમાં 10,000 જેટલા એકમો સબસિડી માટે પાત્ર છે. જોકે, અધિકારીઓએ રસ નહીં દેખાવતા અત્યાર સુધી કોઈ પણ વેપારીને લાભ મળ્યો નથી. 2019માં એક ટેકસટાઇલ પોલિસી આવી હતી. જેની અંદરથી કેપિટલ સબસિડી કાઢી નાખવામાં આવી હતી. અગાઉ જેમાં 17 ટકા સુધી ગુજરાત સરકાર કેપીટલ સબસિડી આપતી હતી. જે કાઢીને સરકારે એક ઈલેક્ટ્રીક સ્ટી માટે આપેલી છે. જેમાં બે રૂપિયા અને ત્રણ રૂપિયા પ્રતિ યુનિટ માટે રાહત આપવામાં આવેલી હતી. જે હજી સુધી એક્ટિવ થઈ નથી અને સુધીમાં કોઈનો બેનિફિટ મળતો નથી. કયા કારણસર થઈ છે એ ખ્યાલ નથી પણ ઘણા સમયથી સરકારમાં રજૂઆત ઘણી કરી છે પણ અત્યાર સુધી કોઈને લાભ મળ્યો નથી.

નવી ટેક્સટાઈલ નીતિનો હજુ પણ નથી મળ્યો લાભ
  • ઘણાં બધાં ભાડા ઉપર ફેકટરી લેતાં હોય

    બીજી વસ્તુ ઇન્ટરેસ્ટ સબસિડી પહેલાં 2015ની પોલીસી હતી, એમાં એવું હતું કે 15 થી 17 ટકા એટલે તેમને કેપિટલ મળતું હતું અને 9 ટકા સુધી તેમને ઇન્ટરેસ્ટ બેનિફિટ મળતું હતું. તો એ અત્યારે નથી મળતું અને નવી પોલિસી હમણાં 2020ની આવી છે જેમાં ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને એમાં લાભ નથી થતો. એનું કારણ છે કે આની અંદર ઘણા બધાં ભાડા ઉપર ફેકટરી લેતાં હોય છે.

  • MSMEમાં કોઈ લાભ થતો નથી

    વિવિંગ વેપારી જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, જેનું મીટર પોતાનું નથી હોતું જેથી એ લોકો નવી પોલિસી માટે ભાગ નથી લઈ શકતા. કારણે કે સરકારે કીધું છે કે ટેકસટાઇલ ઉદ્યોગને ટેકસટાઇલ પોલિસીમાં ભાગ લેવાનો હોય છે. આ પોલિસીમાં લાભ ત્યારે લઈ શકાય જ્યારે પોતાનું મીટર હોય. ત્યારે એમ્બ્રોઇડરીવાળા કે નાનાં- નાના વિવર્સ ભાડે હોય છે એ લોકોને પોતાનું મીટર હોતું નથી જેથી આ સબસિડીનો લાભ નથી મળતો. એટલે કેપિટલ સબસિડી પણ તેમના હાથમાંથી જાય છે અને નવી પોલિસીમાં અપ્લાય પણ કરી શકતાં નથી. આ નવી પોલિસીમાં એમને કોઈ બેનિફિટ નથી અને જૂની પોલિસીમાં પણ કોઈ લાભ નથી. MSMEમાં કોઈ લાભ થતો નથી.

  • ઊર્જાપ્રધાન પણ સાંભળીને આશ્ચર્યચકિત થયાં

    સમગ્ર મામલે ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું છે કે, ટેકસટાઇલ ઉદ્યોગ માટે રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલાંની પોલિસીના મુજબ વીજ સબસિડી આપવા માટે નક્કી કર્યું. વીજ સબસિડી એ માટે કે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કે જ્યાં વીજ સબસિડીને કારણે ગુજરાતના ઘણાં ઉદ્યોગપતિઓ પોતાના યુનિટો નાખે છે અને અહીંયા પ્રોડક્શન ઓફ કોસ્ટ હાઈ થઈ જવાના કારણે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે એક ઉદ્યોગ પોલિસીની અંદર રાહત આપવા માટેની જાહેરાત કરી. અમે ઊર્જાપ્રધાન સૌરભ પટેલને આ બાબતે ધ્યાન ઉપર લાવ્યાં એમને પણ આશ્ચર્ય થયું કે હજી સુધી એમને તમને ફાયદો નથી મળ્યો ? પરંતુ ડિપાર્ટમેન્ટ કંઈક અટવાયેલું હોય એવું એમના ધ્યાન પર આવ્યું હતું. અને અમને ફરી આ બાબતે જે કંઈ ડોક્યુમેન્ટેશન જે કંઈ રજૂઆતો હોય એ અમને મોકલવાનું કીધુ હતું અને અમે મોકલી આપ્યું છે. આવતા દિવસોમાં ફરી જ્યારે ગાંધીનગર જઇશું ત્યારે આ બાબતના નિકાલ માટે સૌરભ પટેલે પણ વ્યક્તિગત રસ લઈ આગળ વધવા માટે અમને ભરોસો આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.