- દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટેના નવા રંગરૂપ આપવા માટે મંત્રાલય તૈયાર છે
- અનેક જગ્યાએ અન્ડરલાઇન કેબિલિંગનું કામ ચાલી રહ્યું છે
- કાશ્મીરમાં ચાલી રહેલ કામો આખા ઘાટી માટે ગેમ ચેન્જર હશે
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્ક પર ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે, ત્યારે આવનાર દિવસોમાં રેલવેનું કઈ રીતે કાયાકલ્પ થશે અને દેશના લોકોને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઇ ટ્રેનો માં કઈ સુવિધા મળશે, આ માટે કેન્દ્રીય રેલ્વે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સાથે ખાસ વાતચીત...
સવાલ: વર્લ્ડક્લાસ રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે છે. રેલવે મંત્રાલય દ્વારા કયા પ્રકારની કામગીરી આ મુદ્દે હાથ ધરવામાં આવી છે. કેટલા શહેરોમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે ?
જવાબ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આઝાદીના અમૃત મહોત્સવમાં અમે લોકો ઘણા બધા સંકલ્પો કર્યા છે. રેલવે અમારી લાઈફ લાઇન છે. એની આગળ ધપાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટેના નવા રંગરૂપ આપવા માટે અમે બધા તૈયાર છીએ. ખાસ જે રીતે પરિવાર માટે વિચારી છીએ, તે જ રીતે બધા કર્મચારીઓ, ઓફિસર સાથે નક્કી કર્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવમાં કાંઈક નવું કરીશું. વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન વડાપ્રધાનનું સૌથી મહત્વનું સપનું છે. આમાં સૌથી પહેલા ગાંધીનગર રેલવે સ્ટેશન છે. જેની ઉપર ફાઇવસ્ટાર હોટલ પણ બનાવવામાં આવી તથા આ PPP મોડેલ ઉપર કરવામાં આવ્યું છે. તે જ રીતે IRTC, HTC ના માધ્યમથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવેને સપોર્ટ કરશે. એ રીતે આખા દેશમાં 75 જેટલા નવા રેલવે સ્ટેશનને આજ રીતે PPP મોડલના હિસાબથી બનાવવાનો વિચાર કર્યો છે. દરેક રાજ્યના જ્યાં મોટા સ્ટેશન વચ્ચે જગ્યા અવર-જવર વધુ હશે. જ્યાં રેલવે માટે ખૂબ જ મોટી જગ્યા હશે. ત્યાં PPP મોડલ ઉપર જ બોર્ડના માધ્યમથી બનાવવામાં આવશે.
સવાલ: મંત્રાલયનું ફોકસ આ સમયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર છે. કયા પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશને જોઈશે, રેલવે વિભાગ આ માટે ભવિષ્યમાં કઈ રીતે કામ કરશે?
જવાબ : છેલ્લા માઇલ સુધી અમે લોકોની સેવા કરતા રહીશું અને ફ્રેડ માટે પણ રેલવેનો ઉપયોગ કરવામાં આવે તો બન્ને તરફથી વિચાર કરવામાં આવી રહ્યો છે. પેસેન્જર માટે પણ અને આપણા દેશના જે વિકાસ થયો છે. જે આપણા મુખ્ય બંદરો છે. ત્યાંથી જ રેલવે લાઇન સાથે ટ્રેન મારફતે માલ- સામાનનું જે અવર જવર થશે. જેનાથી રેલવેને ફાયદો પણ થશે અને એની ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. સિગ્નલનું કામ ચાલી રહ્યું છે. નીચે કેબિલિંગનું પણ કામ ચાલી રહ્યું છે. જે કેબલો રેલવેની સાથે લાગશે. તે હિસાબથી આ સિગ્નલ ઓટોમેટીક થઈ શકશે. કારણ કે ટ્રેન ચલાવનાર વ્યક્તિ રેલ મેન છે. ઓછા સમયગાળામાં સ્પીડ ચાલી શકે તે રીતે એની માટે સરકાર વિચારણા કરી રહી છે. એની માટે ધ્યાન પણ આપવામાં આવી રહ્યો છે. ઘણા બધા સ્ટેશન, ઘણા બધા રાજ્યો જેમ કે ગુજરાતને જોવામાં આવે તો રેલતેલના માધ્યમથી આખું કામકાજ પૂરું પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ઘણા બધા રાજ્યોમાં આ રીતનું કામ ખૂબ જ ઝડપથી થઇ રહ્યું છે.
સવાલ: અંડર લાઇન વાયરિંગ પણ થશે કઇ રીતે ?
જવાબ: અંડર લાઈનનું જ્યારે દોહરીકરણ લાઇન કરવામાં આવશે. જ્યારે તેનું કામ શરૂ કરવામાં આવશે ત્યારે જ તેની સાથે જ કેબલ લાઇન પણ જોડવામાં આવશે અને સિગ્નલિંગ પણ થશે. કારણ કે બન્ને માધ્યમથી જ સિગ્નલ લગાવવામાં આવશે, જે ક્રોસિંગ ઉપર હશે અને ત્યાં માનવરહિત ફાટક વિશે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ફ્લાય ઓવર બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં શહેર અને ગામડામાં ક્રોસિંગ આવી રહ્યા છે, ત્યાં અકસ્માત ઓછા થાય અને લોકોને અવરજવરમાં સરળતા રહે એની માટે સરકારની વિચારણા કરી રહી છે.
સવાલ: શું માનો છે કે ભૂતપૂર્વ સરકાર દ્વારા અનેક કામ કરવાનું રહી ગયું છે કે ફરીથી આ બધી કામગીરી કરવામાં આવી રહી છે, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ ?
જવાબ: કામ તો થતા પરંતુ તેનો સમયગાળો ખૂબ જ વધારે હતો. જેવી રીતે પહેલા ટાર્ગેટ આપવામાં આવતો હતો કે આજે 100 કિલોમીટરનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે એના બદલે ખૂબ જ ઓછું કામ થતું હતું. તો આજે અમે લોકો જે ટાર્ગેટ સેટ કર્યો છે. જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા મોટા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. ત્યાં પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તેનું પણ સમય આપવામાં આવ્યું છે અને એના ઉપરથી જ આની પ્લાનિંગ કરવામાં આવી છે. જેનું કમિશન હોય તેનું કામ શરૂ થઇ જાય છે. એમાં આની મેહનત લાગે તેના જ હિસાબથી આ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે.
સવાલ: કોરોના જ્યારથી શરૂ થયો એ જ સમયથી કેટલીક એવી ટ્રેનો છે જે હજી સુધી પાટા ઉપર આવી નથી. જે વ્યવસ્થાઓ લોકોને મળી રહે તેવી વ્યવસ્થા હજુ સુધી મળી રહી નથી, કયા સમય સુધી લોકોને આ વ્યવસ્થા મળી રહેશે ?
જવાબ: કોરોનાના સમયમાં આપણે જોયું કે એક રેલવે જ એવી વસ્તુ હતી કે, જે ખાલી ચાલી રહી હતી. ઓક્સિજન ટેન્કર પણ ચલાવ્યા. જે ટ્રેન પોતાના શ્રમિકોને પણ લઈને ગઈ. PPE કીટ લઈને ગયા અને જમવાનું પણ લઈને ગઈ હતી. દવા પણ લઈને ગઈ. એટલે કે ટ્રેન હંમેશા ચાલતી જ રહેતી હતી. પરંતુ નોર્મલ જીવન માટે વેક્સિનેશન પણ ખૂબ જ જરૂરી છે. રેલવેએ પોતાનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કરી દીધું છે. કોવિડ માટે તૈયારીઓ કરીને. એમણે વેક્સિનેશન કરી લીધું છે, એમના પરિવારે પણ પરંતુ જ્યાં સ્ટેશન ઉપર અવરજવર રહેતી હોય ત્યાં અમને ખૂબ જ સાવધાની સાથે આગળ વધવું પડશે. આ બધા રાજ્યો પર છે. જે રીતે ગુજરાત છે તે રીતે મહારાષ્ટ્રમાં પણ કેટલાક જગ્યાઓ ઉપર છૂટ મળી નથી. કારણ કે ત્યાં વધારે કેસ છે. જે રાજ્યોમાં સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પોતાનો ટાર્ગેટ વેકસીનેશન માટે બનાવ્યા છે. કોવિડ હિસાબથી વેક્સિનેશનનું કાર્ય પૂર્ણ કર્યું છે. ત્યાં દિવાળી પહેલા જ ઘણી બધી ટ્રેનો શરૂ થઈ ચૂકી છે.
સવાલ: વધારે ભીડ હંમેશા રેલવે સ્ટેશન ઉપર જોવા જ મળે છે. વર્તમાન સરકાર સુરક્ષાને લઈને સંવેદનશીલ રહે છે તો મંત્રાલય કઈ રીતે આ રેલવે સ્ટેશન ઉપર ભીડવાળા વિસ્તારમાં કઇ રીતે સુરક્ષા આપશે, ખાસ કરીને હાઈટેક સુરક્ષા આપી શકે ?
જવાબ: બધા જ રેલવે સ્ટેશન ઉપર RPF જવાનો તથા CCTV ફૂટેજ દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્ટેશનની ઉપર પણ વેક્સિનેશન સેન્ટર બનાવમાં આવ્યા છે. જે અવરજવરવાળા પ્રવાસીઓ હતા તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવતું હોય છે. ઓછામાં ઓછા લોકો ટ્રેન જ્યાં લોકો ટ્રાવેલિંગ કરતા હોય તેમને છોડવા માટે જ્યાં વધારે પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. ત્યાં પ્લેટફોર્મ ટીકીટના હિસાબથી આ બધું કંટ્રોલ થઈ રહ્યું છે. સુરક્ષાના હિસાબથી ભીડ ઓછી થાય તે રીતે ઓછા લોકોને ત્યાં જવા દેવામાં આવે છે. તો બુકિંગની સાથે ટ્રેનના પ્રવાસમાં કોઈ તકલીફ ન પડે અને સ્વચ્છતાની સાથે સમય ઉપર ટ્રેનનો પ્રવાસ કરી શકે તે અમારો પહેલો ટાર્ગેટ છે.
સવાલ: આપણે બુલેટ ટ્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ પણ કામગીરી સોંપવામાં આવી છે. બે રાજ્યો વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટએ વડાપ્રધાન મોદીનુ સપનું છે. ગુજરાત તરફથી આ કામગીરી ખૂબ જ ઝડપથી થઇ રહી છે પરંતુ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી મામલો અટક્યો છે. કઈ રીતે આ મામલાને સોલ્વ કરવામાં આવશે અને ક્યારથી ચાલુ કરવામાં આવશે ?
જવાબ: જ્યારે વિકાસની વાત થાય ત્યારે બધાને આ વાત ગમે છે. કોઈપણ રાજ્ય કેવું હોય તેમાં પર્યાવરણના ઉપર ત્યાં કઈ વાતો કરવામાં આવતી હતી. ત્યાં ગામડાઓમાં ઘણા બધા પ્રકારના જે રીતે મારા બીજા મિત્ર છે, દાનવે સાહેબ તેમણે ત્યાં મહારાષ્ટ્ર અધ્યક્ષ થવાને કારણે પ્રધાન હોવાના કારણે ઘણી બધી વસ્તુ પર વાતચીત કરવામાં આવી છે. જે રીતે અમદાવાદથી ઉમરગામ સુધી પિલર લાગવાની વાત કરવામાં આવી રહી છે તે રીતે બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ ઝડપથી થઇ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકાર સાથે પણ વાત થઈ રહી છે. અમારા ઓફિસરોના લેવલ ઉપર ત્યાં પણ વાતચીત કરવામાં આવી રહી છે. અમે લોકોએ વિચાર કર્યો છે કે, 2024 પહેલા અમદાવાદથી ઉમરગામ સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દઈશું.
સવાલ: કોરોનાની વાત કરવામાં આવે તે ઘણી બધી વસ્તુઓ ખુલી ગઈ છે. જેમાં ટ્રાફિક રેલવેમાં કેટલુ વધ્યું છે ?
જવાબ: ટ્રાફિકની સમસ્યાઓ લોકો દ્વારા તથા મેમ્બર ઑફ પાર્લામેન્ટ તરફથી સરકાર પાસે આવે છે. અમારા DRM, GRM પાસે ઘણા બધી વ્યવસ્થાઓને લઈને ડિમાન્ડ આવે છે. ડિમાન્ડ છે કે ટ્રેન પહેલા જેવી ચાલુ જોઈએ પરંતુ સૌથી વધુ અમે માનવીય સુવિધાઓ ઉપર ધ્યાન આપીએ છીએ. "જાન હે તો જાન હૈ" ના સૂત્રને સફળ બનાવવા માટે અમે વિચાર કર્યો છે કે, વેક્સિનેશન પૂર્ણ થઇ ગયા બાદ જ ટ્રાવેલિંગ પહેલા જેવી સ્થિતિમાં જોવા મળશે પરંતુ ફ્રેડ માટે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છીએ. કૃષિને લઈને ટ્રેન ચલાવવામાં આવી, ટેક્સટાઇલની સૌથી પહેલી ટ્રેન સાડીઓને લઈને ટ્રેન જઈ રહી છે. આજ રીતે કોલ લઈને જઈ રહી છે. સ્ટીલ લઈને જઇ રહી છે. જે લોકો પોર્ટ ઉપરથી અહીં મંગાવે છે તે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય તેમાં પણ તો તેની માટે સરકાર પણ કટિબદ્ધ છે.
સવાલ: બાળકોને વેક્સિન લાગી જશે, ત્યારે ટ્રાફિક વધશે તેવું માની રહ્યા છો ?
જવાબ: બાળકોને સૌથી વધારે સંભાળવાનું પણ છે. બાળકો માટે પણ લગભગ પહેલો એવો દેશ છે કે આટલા બધા બાળકોને વેક્સિન લગાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મને લાગે છે જે રીતે કોરોનાના અકડાઓ ઓછા થતા જશે તે રીતે પહેલાની જેમ આ ટ્રેનો બધી ચાલુ થઇ જશે.
સવાલ: દેશનું નોર્થ ઈસ્ટ સ્થળ છે, ત્યાં નેટવર્ક ઊભું કરવા માટે કઈ રીતેની કામગીરી હાથ ધરવામાં આવી છે ?
જવાબ: બે વિસ્તારોમાં મેં જોયા છે. જ્યાં હું પોતે ગઈ હતી. એક ઉત્તરાખંડ જ્યાં હું પોતે જ ગઈ હતી. જ્યાં પહાડી વિસ્તારોમાં જે પ્રમાણે રેલવેનું કામ ચાલી રહ્યું છે. સાચે જ ત્યાંના એન્જિનિયરો ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે. એમણે નક્કી કર્યું છે કે આ કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરીશું. એ રીતે નહીં થાય કે તેનું કામ શરૂ થયું અને બીજું કામ પછી શરૂ થશે. એક સાથે 10 જગ્યાઓ ઉપર કામ શરૂ થઈ ગયું છે. ત્યાં પણ કામ ચાલે છે. અહીં પણ કામ ચાલે છે. એકસાથે કરીને તેને જોડવામાં આવશે. દેશની સૌથી લાંબી ટનલ બની એને પણ હું જોઈને આવી ટેક્નોલોજી યુક્તથી બનાવમાં આવી છે. ત્યાંની જિયોગ્રાફીને ધ્યાનમાં વૈજ્ઞાનિકો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. આજ રીતેનું કામકાજ જમ્મુ અને કાશ્મીરમાં પણ થઈ રહ્યું છે. નોર્થ ઇસ્ટના ગુવાહાટીમાં પણ મેં જઈને આવી. ત્યાં પણ વિસ્ટાડૉમ કે જે ત્યાંના ટુરિઝમના ડેવલપમેન્ટ માટે જે જંગલની વચ્ચે ટ્રેનો ચલાવવામાં આવે છે. આખું કાચનું કવર હશે તેની પણ ખૂબ જ ડિમાન્ડ છે. જે રીતે ગુજરાતના આહવા ડાંગના વિસ્તારોમાં ચાલી રહી છે. બીલીમોરાથી વઘઇ સુધી ચાલુ કરવામાં આવી છે. તે રીતે ઘણા બધા વિસ્તારો માટે ટ્રેનનો ચાલી રહી છે.
સવાલ: કયા પ્રકારની વિચારણા છે, આસામમાં ટૂરિઝમ વધી શકે છે. નોર્થ ઈસ્ટ એરિયાઓમાં તો ત્યાંની સરકારે જ્યાં તમે કહ્યું કાચની ટ્રેનો છે. તો આની ઉપર કેટલો વિચાર કરવામાં આવ્યો છે ?
જવાબ: આ ટ્રેનો બધી જગ્યા ઉપર પહોંચી ચૂકી છે. સૌથી મોટી વાત એ છે કે આત્મનિર્ભર ભારત માટે અહીંયા બનવાવાળા ટ્રેન તથા ડબ્બાઓ જેનો ટાર્ગેટ વડાપ્રધાન મોદીએ ખુદ જ રાખ્યો છે. જે વંદે ભારત ટ્રેન છે. જે વારાણસીથી દિલ્હી વચ્ચે ચાલી રહી છે. કટરાથી દિલ્હી વચ્ચે પણ ચાલી રહી છે. એ જ રીતે આઝાદી અમૃત મહોત્સવની 75 ટ્રેનો આખા દેશમાં ચલાવવાનો અમે સંકલ્પ કર્યો છે.
સવાલ: જમ્મુથી ઉધમપુર રેલવે ટ્રેક છે. ઉધમપુરથી બનીયલથી બારામુલ્લા સુધીની છે. એવામાં કશ્મીરથી લદાગ સુધી પણ રેલવે ટ્રેક બની રહ્યો છે. તો ક્યારથી જમ્મુથી લદાખ જઈ શકાશે ?
જવાબ: એનું ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પોતે કેબિનેટ મિનિસ્ટર જમ્મુ ગયા હતા. વૈષ્ણોદેવી સુધી પોતે ત્યાં સુધી ટ્રેન મારફતે પોહચી હતી. ત્યાં હું પોતે જ ગઈ હતી. હું બારામુલ્લા જોઈને આવી. બનીહાલ વાલા ટ્રેકમાં જ્યારે મેં શ્રીનગરથી ટ્રાવેલિંગ કર્યું તો એ કામ પણ ખૂબ જ ઝડપથી થઇ રહ્યું છે. કાશ્મીર માટે આખા ઘાટી માટે ગેમ ચેન્જર હશે. જે રીતે હું ફૂલગામ ગઈ હતી. ત્યાં ઘણા બધા ટુરીઝમ સ્થળો છે. તો ત્યાં સુધી ટ્રેન જઈ શકે છે તે લોકોની અપેક્ષાઓ પણ વધી છે. ત્યાંના લોકોની પણ માગ વધી છે. જે રીતે ભારત દેશ આ સિવાય બીજા દેશોમાં ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે તે રીતે એ જ રીતેનું ડેવલોપમેન્ટ ત્યાંના લોકોને પણ જોઈએ છે. વિકાસ જે રીતે ગતિ પકડી રહ્યું છે. જે રીતે વડાપ્રધાનના વિચારો છે. એક વિચારસરણી સાથે રેલવે પણ કામગીરી કરી રહી છે.
સવાલ: રાષ્ટ્રીય કહી શકાય એમ મુદ્રીકરણ પાઇપલાઇનને લઈને કઈ યોજનાઓ સાથે સરકાર ખાનગીકરણને લઈને વિચાર કરી રહી છે. જેણે વિપક્ષ દેશની સંપત્તિ ગણાવી રહ્યું છે. આ બધા આંકડાઓની સમજ આવી નથી. સંપત્તિ વેચવી અને નિજીકરણ કરવા જેવા મુદ્દાઓ અંતે કઈ રીતે આ યોજનાઓ લોકોના ફાયદાઓ માટે હશે ?
જવાબ: આઝાદીના 70 વર્ષ દરમિયાન એમણે જે કહ્યું હતું તે કર્યું નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હતું જે સુવિધાઓ આપવાની હતી. ત્યાં સુધી પહોંચ્યા નથી. અમે લોકો નવા પ્લાનિંગ સાથે છીએ, મને કહો તમે ગામડાઓમાં ઘેટા બકરા પાળનારા લોકો જે હોય એ લોકો દૂધ વેચે છે, ત્યારે ઘેટા બકરા થોડી ચાલી જાય છે. અમારી ટ્રેન ઉપર કોઈ બીજો ટ્રેન ચલાવશે તો ટ્રેનની પ્રોપર્ટી થોડી જતી રહેશે. ઘણી બધી એવી જગ્યાઓ છે, જે રેલવેની આસપાસ બની છે. જેમ કે રેલવે કોલોની બનાવવામાં આવી છે. જે જૂની થઇ ચુકી છે. આજ કોલોનીને નવા રંગરૂપ મુજબ બનાવવામાં આવે તો વધારાની જે જગ્યાઓ બચે છે. તે પ્રાઇવેટ લોકોને આપી દઈએ તો તેમાં મોલ્સ કાંતો અન્ય કઈ બનાવ માટે એ જ લોકો ડેવલોપમેન્ટ કરીને આપી જાય તો આ આધુનિક વિચાર સાથે અમે આગળ વધી રહ્યા છે. સુવિધા આપવાની વિચારણા ચાલી રહી છે, ત્યારે વિપક્ષ પોતાનું કામ કરે અને અમે અમારું કામ જે નવા રંગરૂપ મુજબ આપવું એ લોકોને સુવિધાઓ આપવી ઝડપથી આપવું એ જ અમારો ટાર્ગેટ ચાલી રહ્યો છે.
સવાલ: ટ્રેનના યાત્રીઓની ફરિયાદ એમ સાંભળવા મળી છે કે ટ્રેન તો એ જ છે પરંતુ સ્પેશિયલ બતાવીને ભાડું વધારે લેવામાં આવી રહ્યું છે ?
જવાબ: ના પણ તમે જોયું હશે કે ટ્રેનમાં સ્વચ્છતા ખૂબ જ જોવા મળી રહી છે. પહેલાથી ટ્રેનો સમય ઉપર ચાલી રહી છે. કારણ કે જે રીતે ટ્રેકિંગ રાખવામાં આવ્યું છે. રેલવેેએ પોતાનું એક મોટું બોર્ડ બનાવ્યું છે. તમે દિલ્લીની ઓફિસમાં આવશો, ત્યારે તમને જોવા મળશે. જે રીતે ડેસ્ક બોર્ડ ઉપર જોવા મળે છે કે કઈ ટ્રેન કયા સમય ઉપર ક્યાં જઈ રહી છે. મોડું થયું તો કઈ રીતે મોડું થયું ? તો આ બધી જ બાબતોનું મોનીટરીંગ આધુનિક ટેક્નોલોજીથી કરવામાં આવશે.