- સુરતમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
- APMC માર્કેટ દ્વારા વિક્રેતાઓને એન્ટ્રી પાસ કરાયા ફરજિયાત
- પાસ સિસ્ટમને લઇને માર્કેટ બહાર લાંભી કતારો લાગી
સુરતઃ શહેરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે, ત્યારે સુરતમાં ટેક્સ્ટાઇલ માર્કેટ શનિવાર અને રવિવારે બંધ કરી દેવામાં આવ્યાં છે અને ડાયમંડ માર્કેટ રવિવાર અને સોમવારે બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને લઈ APMC માર્કેટ દ્વારા વિક્રેતાઓને એન્ટ્રી પાસ ફરજિયાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા
ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
APMC સરદાર માર્કેટમાં રોજિંદા હજારોની સંખ્યામાં લોકો અને શાકભાજીના વિક્રેતાઓ આવતા હોય છે. આ વિક્રેતાઓને APMC દ્વારા એન્ટ્રી પાસ ફરજિયાત કરવામાં આવ્યો છે. APMC દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને લઈ શાકભાજી વિક્રેતા અને વેચાણકારોને હાલાકી પડી હતી. પાસ સિસ્ટમને લઇને માર્કેટ બહાર લાંભી કતારો લાગી જોવા મળી હતી. લાંબી કતારને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેથી પોલીસને મદદ માટે બોલાવવામાં આવી હતી.