- સુરત ખાતે દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ
- 30 હજારથી વધુ લોકો એકત્ર થયા હતા
- 5 હજારથી વધુ કાર્યકર્તા બાઇક રેલીમાં જોડાયા
સુરત: સુરતમાં આયોજીત આ સ્નેહમિલન (Surat BJP Dipawali Snehmilan) કાર્યક્રમમાં 30 હજારથી વધુ લોકો એકત્ર થયા હતા. 5 હજારથી વધુ કાર્યકર્તા બાઇક રેલીમાં જોડાયા હતાં. ઓપન જીપ્સીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit shah on BJP Dipawali Snehmilan) આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના માલિક મારા કાર્યકર્તા અને સુરતના લોકોને નુતન અભિનંદન. ડિસેમ્બર મહિનામાં કોઈ કાર્યક્રમનું આયોજન કરુ તો સુરતીઓને મળવા ચોકકસથી આવીશ. સુરતનું સ્વચ્છ શહેરમાં બીજો ક્રમ આવ્યો છે જે માટે તમામને હૃદયથી અભિનંદન.
સૌરાષ્ટ્રના લોકો પોતાના પુરુષાર્થથી સુરતની સૂરત બદલી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવતા વર્ષે સુરત નંબર પ્રથમ ક્રમ થાય એ માટે આજે સંકલ્પ લઈ લો. સુરત શહેર એ ચૂંટણીના નામે પણ હાર અપાયું નથી. દરેક ચૂંટણીમાં ભાજપ પર ભરોસો રાખ્યો છે. સુરત ભાજપમાં દરેક રાજ્યના લોકો રહે છે, મીની ભારત છે. સુરતમાં વિજય એટલે આખા ભારતનો મેન્ડેટ છે. પેજ પ્રમુખએ દેશ સામે એક વિચાર મૂક્યો છે. સુરત એ વ્યાપારનું સેન્ટર છે. સૌરાષ્ટ્રના લોકો પોતાના પુરુષાર્થથી સુરતની સૂરત બદલી છે. દેશના અનેક રાજ્યથી પણ લોકો અહીં આવ્યા છે. સુરતની અંદર આર્થિક વિકાસ થાય છે. કોરોના બાદ પણ આર્થિક સ્થિતિ ઝડપથી આગળ વધ્યું છે. આવનાર દિવસોમાં 5 ટ્રીલીયન ડોલરનું જે લક્ષ્યાંક છે તે અમે પૂર્ણ કરીશું. પીએમ મોદીએ આજે ગરીબ કલ્યાણ યોજનાને લોકો સુધી વધારવાનો વિચાર કર્યો છે. 80 કરોડ લોકોને 19 મહિના ઘર સુધી અનાજ મળશે.
નાના મોટા હોદ્દા માટે ખટાશ આવે ત્યારે ધ્યાન રાખવું જોઈએ
રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે (Bhupendra patel in surat) જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન તરીકે સુરતના કાર્યકર્તાઓએ મારો વટ પાડી દીધો છે. કાર્યકર્તા મારામાં જીવંત રહેવું જોઈએ. જેની જવાબદારી તમારી છે. જ્યાં જ્યાં ગયો ત્યાં કાર્યકર્તા ખુશ છે કે જે રીતે મારો નમ્બર લાગ્યો તે જ રીતે એમનો પણ નમ્બર લાગી શકે છે. નાના મોટા હોદ્દા માટે જે ખટાશ આવે ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ ખટાશનો ઉપયોગ કોઈ બીજો ન લઈ શકે. ચૂંટણી વર્ષમાં આ થતું હોય છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા અને વિધાનસભા લોકસભા સહિતના પરિણામ અમે જોયા છે. જેમાં કોઈ કચાસ રહેવી જોઈએ નહીં. સોમવાર અને મંગળવારે તમે આવીને મળી શકો છો. જે રીતે તમે આજે કાર્યક્રમ કરી અમારો વટ પાડી દીધો છે, ત્યાં તમારો વટ પાડી દઈશું. આપણે 182 બેઠકો જીતવાની છે કોઈને હરાવવુંવું નહિ કોઈને હારવા માટે અમે નથી અમે જીતવા માટે જન્મ લીધો છે. જે રિઝલ્ટ આપણે લેવાનું છે તે આપણે મેળવશું.
રથ ફરીને ફરી ગુજરાતમાં આવ્યો
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C.r.Patil in surat) જણાવ્યું હતું કે, 2002માં નરેદ્ર ભાઈએ જ્યારે CM હતા ત્યારે તેઓએ અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો હતો, જે આજે આખા દેશમાં ફર્યો છે. કોઈની તાકાત નથી એ રથ ને રોકી શકે. આ રથ ફરીને ફરી ગુજરાતમાં આવ્યો છે. વર્ષ 2022માં ભાજપને ભવ્ય વિજય અપાવશે. ભાજપના કાર્યકર્તાઓ તરીકે નાની મોટી ભૂલો કરતા હોઈએ છે, પરંતુ લોકોએ આ ભૂલોને ભુલી નરેન્દ્ર મોદીના કારણે અમને મત આપે છે. સ્નેહ મિલન કાર્યક્રમને જે વિશાળ રૂપ આપ્યું છે, તેને લોકો જોઈ રહ્યા છે. સુરતમાં તમામ રાજ્ય જિલ્લા અને ગામના લોકો રહે છે એટલે આ સ્નેહમિલન કાર્યક્રમમાં આ તમામ લોકોની તાકાત ભેગી થઈ છે.
આ પણ વાંચો: કોરોના વચ્ચે તંત્રની બેવડી નીતિ, સુરત ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં 25 હજાર લોકો ઉમટ્યા
આ પણ વાંચો: વાઈબ્રન્ટ સમિટને લઈ મુખ્યપ્રધાન દિલ્હીમાં રોડ શો કરશે: જીતુ વાઘાણી