- કોરોનાકાળ પહેલા રોજ 2.70 લાખ જેટલા યાત્રીઓ પ્રવાસ કરતા હતા
- સુરતમાં 45 જેટલા રૂટો પર બસો દોડાવવામાં આવે છે
- હાલ 15 રૂટ પર હાલ પણ બસો દોડાવવામાં આવી રહી નથી
આ પણ વાંચોઃ પેટ્રૉલિયમ પેદાશોના ભાવમાં ભયજનક વધારો
સુરત: લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયા શરૂ થતાં જ સુરતમાં સિટી બસ અને BRTS બસનો ઉપયોગ લોકો વધારે કરી રહ્યા છે. આ અંગે સિટીલિંક પ્રોજેક્ટના અધિકારી કમલેશ નાયકે જણાવ્યું હતું કે અનલોકની ગાઈડલાઈન બાદ સુરતમાં દરરોજ ૬૫૦ જેટલી બસો દોડાવવામાં આવી રહી છે જેમાં દરરોજ 2 લાખથી વધુ યાત્રીઓ સુવિધા મેળવી રહ્યા છે. સપ્ટેમ્બર માસમાં જ્યારે બસો દોડાવાની શરૂઆત કરવામાં આવી ત્યારે તેમણે પણ રૂટમાં વધારો કર્યો છે. છેલ્લા એક મહિનામાં ડબલ જેટલા યાત્રીઓ થઈ ગયા છે. જે રૂટ પર પેસેન્જરોની સંખ્યા વધારે હોય તે રૂટ પર તેમણે બસોની સંખ્યામાં વધારો કર્યો છે. કોરોનાકાળ પહેલા રોજ 2.70 લાખ જેટલા યાત્રીઓ પ્રવાસ કરતા હતા. હાલ 15 રૂટ પર હાલ પણ બસો દોડાવવામાં આવી રહી નથી તેમ છતાં યાત્રીઓની સંખ્યા સારી છે. સુરતમાં 45 જેટલા રૂટો પર બસો દોડાવવામાં આવે છે. આવનારા દિવસોમાં લોકોને ઈલેક્ટ્રીક બસની સુવિધા વધારે મળી રહે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ 3 દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
લોકોએ અપીલ કરી છે કે, પેટ્રોલ અને ડીઝલને GSTના સ્લેબમાં લાવવામાં આવે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા અને સુવિધાઓ સાથે સુરક્ષાની વાત કરવામાં આવે તો આ જ કારણ છે કે લોકો હાલ પાલિકાના સિટીલિંક પ્રોજેક્ટ હેઠળ BRTS અને સીટી બસનો વપરાશ કરી રહ્યા છે. 5 રૂપિયાથી લઈને 22 રૂપિયા સુધીમાં લોકો શહેરના કોઈ પણ ખૂણામાં બસના માધ્યમથી જઈ શકે છે. બીજી તરફ અચાનક જે રીતે બસમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે યાત્રીઓનું કહેવું છે કે હાલ છેલ્લા કેટલાક સમયથી જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે તેના કારણે તેમણે બસનો વરસાશ શરૂ કર્યો છે. આ સાથે લોકોએ અપીલ કરી છે કે પેટ્રોલ અને ડીઝલને GSTના સ્લેબમાં લાવવામાં આવે.