સુરત શહેરના રૂદ્રપુરા વિસ્તારમાં આવેલા ગાર્ડન કોલોનીમાં અચાનક મકાનનો એક ભાગ ધરાશાયી (building collapse in gujarat) થઈ ગયો હતો. 45 વર્ષીય ઈમરાનભાઈ શેખ ઘરમાં નિરાંતે પોતાના ઘરે ઊંઘી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમના મકાનનો એક ભાગ ધરાશયી થતાં તેઓ અને તેમની માતા અખ્તર ઝા કાટમાળ નીચે દબાઈ (surat accident news) ગયા હતા.
ફાયરની ટીમે હટાવ્યો કાટમાળ લોકોએ ફાયર વિભાગની જાણ કરતા ટીમે (Fire Service in Surat ) ઘટનાસ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ 45 વર્ષીય ઈમરાનભાઈ શેખ અને તેમની માતાનું રેસ્ક્યૂ (surat accident news) કરીને તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ (surat civil hospital news) લઈ જવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં વૃદ્ધાનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો નોઈડાનો ટ્વીન ટાવર આંખના પલકારામાં જ થયો ધરાશાયી, બ્લાસ્ટ બાદ ધુમાડાના ગોટેગોટા
ફાયરની ટીમે કર્યું રેસ્ક્યૂ આ બાબતે ફાયર ઓફિસર દેશમુખે જણાવ્યું હતું કે, રુદ્રપુરા વિસ્તારમાં આવેલા ગાર્ડન કોલોનીમાં ઘર નંબર 23-24 છે. તે ઘર જર્જરિત હાલતમાં હતું. ત્યારે ગઈકાલકે અચાનક જ મકાનનો એક ભાગ ધરાશાયી થઈ (building collapse in gujarat) ગયો હતો. તેના કારણે મકાનમાલિક અને તેમના માતા દટાઈ ગયા હતા. જોકે, ફાયરની ટીમ (Fire Service in Surat ) દ્વારા મકાન માલિક ઈમરાનભાઈ તથા તેમની માતા અખ્તર ઝાને તાત્કાલિક હોસ્પિટલ (surat civil hospital news) મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચોમોડી રાત્રે અચાનક મેટ્રોનું પિલ્લર પડતા થઈ દોડધામ
ટૂંકી સારવાર બાદ વૃદ્ધાનું મોત વધુમાં જણાવ્યુંકે, આ ઘટનામાં મકાન માલિક ઇમરાન ભાઈ અને તેમની માતા ખૂબ જ ગંભીર રીતે ઘવાઈ ગયા હતા. જે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ (surat civil hospital news) લઈ જવામાં આવ્યો હતો.જ્યાં માતા અખ્તર ઝા જેઓ 75 વર્ષના છે.તેમનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.
મકાનમાં ત્રણ લોકો રહેતા હતા આ ઘટનાની જાણ સુરત મેયર (surat mayor) હેમાલી બોઘાવાલાને થતા જ તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આ મકાન પહેલાંથી જ જર્જરિત હતું. આથી મકાનનો એક ભાગ ધરાશાયી (building collapse in gujarat) થઈ ગયો હતો. જ્યારે મકાનમાં ત્રણ લોકો રહે છે, પરંતુ તે સમયે માત્ર 2 જ લોકો હાજર હતા. તેના કારણે બંને કાટમાળ નીચે દટાઈ ગયા હતા.