સુરત: સુરતના લંબે હનુમાન રોડ ઉપર આવેલા 2 જેવેલર્સ ઉપર DRI દ્વારા રેડ (DRI Raid On Jewellers Surat)કરવામાં આવી હતી. જ્યાંથી 10 કરોડનું 18 કિલો સોનું અને 165 નંગ સોનાના બિસ્કિટ (Gold Biscuits In Surat) જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે 4 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. જ્વેલરીના શૉ રૂમમાં સ્મગલીંગ (Gold Smuggling In Surat)નો માલ લઈને આવનારી વ્યક્તિ દુકાનમાં પ્રવેશતા જ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બુટમાં સંતાડયું હતું 19.45 લાખનું પ્રવાહી સ્વરૂપમાં સોનું, જયપુર એરપોર્ટ પર ફૂટયો ભાંડો
સુરતમાં 100 કરોડથી વધુ સોનું પ્રવેશ થયું હોવાનો અંદાજ- DRI અધિકારીઓ શૉ રૂમમાં ગ્રાહક બનીને બેઠા હતા. સુરતમાં 100 કરોડથી વધુ સોનું પ્રવેશ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. DRI (Directorate of Revenue Intelligence In Surat)એ સમગ્ર કાંડ પર પ્રકાશ પાડ્યો છે. જવેલર્સ દ્વારા અગાઉ પણ સ્મગલીંગનો માલ મંગાવવામાં આવ્યો હોવાની શક્યતા જોવા મળી રહી છે. આ માલ બુલિયન જ્વેલર્સ (Bullion Jewellers surat)ને આપવામાં આવતો હતો અને જ્વેલર્સ સીધા ગ્રહકોને આપી દેતા હતા. 7.50 ટકા ડ્યૂટી બચાવા માટે સ્મગલીંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પહેલા વૃદ્ધ દંપતીની થઈ હતી ધરપકડ- આ પહેલા સુરત એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ (Gold seized at Surat Airport) શંકાના આધારે મુંબઈના 60 વર્ષીય વૃદ્ધ અને તેની પત્નીને અટકાવી તપાસ કરી હતી. 60 વર્ષીય ઈકબાલે તેના ગુદામાં 4 કેપ્સુલ અને પત્ની સુગરાએ 2 કેપ્સુલ છુપાવી હતી. તેનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું. આ સોનાની કિંમત 1 કરોડ જેટલી હતી.