ETV Bharat / city

સુરતમાં ડોક્ટર દર્શન બેંકરના હોસ્પિટલો અને નિવાસસ્થાને આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન

સુરત અને વડોદરા નામાંકિત ડો.દર્શન બેંકર્સને ત્યાં IT વિભાગના (IT Raid in Surat) દરોડા પડતા સનસનાટી ફેલાઈ છે. મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના સ્પષ્ટ દેખાય આવે છે. આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો(Objectionable Documents From Hospital) પણ કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુરતમાં ડોક્ટર દર્શન બેંકરના હોસ્પિટલો અને નિવાસસ્થાને આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન
સુરતમાં ડોક્ટર દર્શન બેંકરના હોસ્પિટલો અને નિવાસસ્થાને આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન
author img

By

Published : Jun 8, 2022, 4:09 PM IST

સુરત: કોરોનાની મહામારી બાદ આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સર્ચ ઓપરેશન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ડોક્ટર દર્શન બેન્કરની જૂના પાદરા રોડ(Old Padra Road), માંજલપુર અને વારસીયા રિંગ રોડએ(Manjalpur and Warsia Ring Road) આવેલી હોસ્પિટલોમાં વહેલી સવારથી IT વિભાગની(Income Tax Department) ત્રણ ટીમો દ્વારા સમાંતર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડોક્ટર દર્શન બેંકરના વાસના ભાયલી રોડ ખાતે આવેલા નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: IT Raid in Vadodara : હવે આ શહેરમાં ITનું મેગા ઓપરેશન, હોસ્પિટલમાં પાડ્યા દરોડા

ITની ટીમને દસ્તાવેજો હાથ લાગ્યા - પ્રાથમિક માહિતી મુજબ શહેરના જુના પાદરા રોડ પર આવેલી હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના નિવાસસ્થાને વિભાગના આવકવેરા 50 જેટલા અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડો. દર્શન બેંકરના નિવાસસ્થાનેથી પણ ITની ટીમને દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

લાખો રૂપિયાની વસૂલાત કરનાર શહેરની અનેક હોસ્પિટલો વિવાદમાં - ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા ભાવ કરતાં પણ મનસ્વી રીતે કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરનાર શહેરની અનેક હોસ્પિટલો વિવાદમાં આવી હતી. જે અંગે પણ IT વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: IT raids in Ahmedabad: અમદાવાદમાં સાલ હોસ્પિટલ ગૃપ પર ITના દરોડા

અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું - ડોક્ટર દર્શન બેન્કની વડોદરામાં ચાર હોસ્પિટલો આવેલી છે, તદુપરાંત સુરતમાં પણ તેઓએ હોસ્પિટલ શરૂ કરી હતી. આ હોસ્પિટલો પૈકી જુના પાદરા રોડ સ્થિત બેન્ક હોસ્પિટલ તેમજ તેમના નિવાસસ્થાન અને તેમની સાથે સંકળાયેલા અન્ય ડોક્ટર્સને ત્યાં પણ આજે વહેલી સવારથી 50 જેટલા આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું હતું .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.