- સરકારની બેવડી નીતિ સામે રોષ
- મુખ્યપ્રધાન દ્વારા મેડિકલ ઓફિસરને માસિક 1,25000 પગાર આપવાની જાહેરાત કરાઇ હતી
- મનપા દ્વારા અમને માત્ર 60 હજાર રૂપિયા જેટલી જ સેલરી આપવામાં આવી રહી છે
સુરતઃ રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ દરમિયાન સ્થિતિ વણસી જતા વધુ મેડિકલ સ્ટાફ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન દ્વારા મેડિકલ ઓફિસરને માસિક 1,25000 પગાર આપવાની જાહેરાત કરાઇ હતી. સુરત કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ફરજ નિભાવતા ડોક્ટરોને માત્ર 60 હજાર રૂપિયા વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. જેને લઇને કોન્ટ્રાક્ટના ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ હોસ્ટેલની માંગણી સાથે 200થી વધુ ઈન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા
જુના કોન્ટ્રાક્ટ પર કામ કરતા 80 કરતાં વધુ ડોક્ટરો છે
જુના કોન્ટ્રાક્ટ પર કામ કરતા 80 કરતાં વધુ ડોક્ટરો છે. જે પૈકીના 30 જેટલા ડોક્ટર સ્મિમેર હોસ્પિટલમાં, 40 સમરસ હોસ્પિટલમાં, 10 જેટલા ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય ડૉક્ટરો હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે.
માગ પૂરી નહિ થાય ત્યાં સુધી અમારી હડતાળ શરુ રહેશે : મેડીકલ ઓફિસરો
મેડીકલ ઓફિસર પૂર્વેશ કોલડિયાએ જણાવ્યું હતું કે, સરકારના 21 એપ્રિલના રોજ પરિપત્ર મુજબ અમને 1.25 લાખ રૂપિયાની સેલરી મળવી જોઈએ. પરંતુ મનપા દ્વારા અમને માત્ર 60 હજાર રૂપિયા જેટલી જ સેલરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જે જુનીયર અને ફ્રેશર છે. તેઓને 1.25 લાખ રૂપિયા સેલરી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટ મેડીકલ કોલેજના ડોકટરો દ્વારા વિવિધ માગ સાથે હડતાળની ચીમકી
સેલરી અંગે જાહેરાત કરવા છતાં લાભ મળતો નથી
આ સેલરી અંગે અમે કોઈ માગ કરી ન હતી. પરંતુ સરકારે સામેથી જ આ જાહેરાત કરી છે અને જાહેરાત કરવા છતાં અમને લાભ મળતો નથી. આ બાબતે અમે અનેક રજૂઆતો કરી હતી. પરંતુ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જેથી અમે હડતાળ પર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માગ પુરી નહિ થાય ત્યાં સુધી અમારી હડતાળ શરુ રહેશે.