- ગુજરાત સરકારે પણ વસતી નિયંત્રણ કાયદા લાવવા માટેની સંભાવના વ્યક્ત કરી
- સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે વસતી નિયંત્રણ કાયદા માટેની ચર્ચા ચાલી રહી છે.
- રાજ્યમાં હવે વસતી નિયંત્રણ કાયદાને લઇ સંભાવનાઓ વધી ગઈ
સુરત :રોજગાર દિવસ કાર્યક્રમ હેઠળ આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) સુરતની મુલાકાતે હતાં. તેમણે હજારથી વધુ યુવાનોને રોજગારપત્ર એનાયત કર્યા હતાં. આ દરમિયાન તેઓએ પત્રકારો સાથે વાતચીત કરતા ETV Bharat દ્વારા તેમણે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ વસતી નિયંત્રણ કાયદાને ( Population control laws ) લઈ મોટું નિવેદન આપ્યું. વસતી નિયંત્રણ કાયદો ગુજરાતમાં અસમ અને યુપી જેમ લાગુ થશે કે નહીં આ અંગે જવાબ આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત સરકારે પણ વસતી નિયંત્રણ કાયદા લાવવા માટેની સંભાવના વ્યક્ત કરી વસતી નિયંત્રણ કાયદો આવી શકે છે કે નહીં તે અંગે ચર્ચાઓઅત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વસતી નિયંત્રણને લઇ દેશભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ત્યારે આસામ અને ઉત્તર પ્રદેશ રાજ્યની જેમ ગુજરાતમાં પણ શું વસ્તી નિયંત્રણ કાયદો ( Population control laws ) આવી શકે છે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે મુખ્યપ્રધાન (CM Rupani)નું આ નિવેદન ખૂબ જ મહત્વ ધરાવે છે. રાજ્યમાં હવે વસતી નિયંત્રણ કાયદાને લઇ સંભાવનાઓ વધી ગઈ છે.આ પણ વાંચોઃ
"રૂપાણી સરકારના પાંચ વર્ષ" : મુખ્યપ્રધાનની જાહેરાત, "કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ બનાવાશે"આ પણ વાંચોઃ Celebration Of 5 Years: સુરતમાં રાજ્યકક્ષાનો Employment Day કાર્યક્રમ, સરકાર દ્વારા 50,000 નિમણૂકપત્ર એનાયત કરાશે