- હીરા માત્ર ઘરેણાંની શોભા વધારવા માટે જ નથી
- હીરાનો ઉપયોગ હૃદયમાં જામ થયેલા કેલ્શિયમને દૂર કરવામાં થાય છે
- કેલ્શિયમ દુર કરવાના મશીનની આગળ ડાયમંડ ફિટ કરવામાં આવ્યો હોય છે
સુરત: કિંમતી હીરાને તો અત્યાર સુધી આપ સૌએ ઘરેણાંની શોભા વધારતા જોયા હશે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે હીરા થકી દિલની સફાઈ પણ કરવામાં આવે છે ? સુરતના હીરા અત્યાર સુધી વિશ્વ પ્રખ્યાત જ્વેલરી માટે થતા હતા. પરંતુ સુરતના હીરાથી દિલની સફાઈ એટલે હૃદયની નળીના બ્લોકેજ દૂર કરવામાં આવી રહ્યા છે. જે લોકોના હ્રદયની નળીમાં કેલ્શિયમનો ગઠ્ઠો જામી જવાથી હાર્ટ એટક આવે ત્યારે સાચા હીરા સ્ટડેડ રોટાબ્લેટર મશીનનો ઉપયોગ કરીને નળીની સફાઈ કરવામાં આવે છે. જે રીતે જ્વેલરીમાં હીરાને જડવામાં આવે છે તે જ રીતે મશીનની આગળના ભાગમાં હીરાને જડવામાં આવ્યો હોય છે જે બ્લોક નળીને સાફ કરી દે છે.
100 વ્યક્તિઓને હાર્ટ એટેક આવે એમાંથી 4 વ્યક્તિઓને નળીમાં કેલ્શિયમ જામી જાય છે
સુરતના હીરા માત્ર જ્વેલરી જ માટે ઉપયોગી નથી, હવે આ સાચા હીરા દિલની સફાઈ માટે પણ વરદાન બની ગયા છે. સુરતના હીરા અને સુરતના હાર્ટ સ્પેસલિસ્ટ મળીને હૃદયના અસાધ્ય બની ગયેલા નળીના બ્લોકેજ ને સાફ કરી રહ્યા છે. સુરતના હાર્ટ સ્પેસલિસ્ટ ડૉ. અતુલ અભયંકર એક રત્નકલાકારની જેમ સાચા હીરાને એક ડ્રિલ મશીન ઉપર જડે છે. આ ડ્રિલ મશીન સીધુ દર્દીના હૃદય સુધી જાય છે. તે નળી જ્યાં કેલ્શિયમનો ગતઠો જામેલો હોય ત્યાં જાય છે. જે સામાન્ય બ્લોકેજ દૂર કરવાની પ્રક્રિયાથી નીકળી શકે તે શક્ય નથી. 100 વ્યક્તિઓને હાર્ટ એટેક આવે એમાંથી 4 વ્યક્તિઓને નળીમાં કેલ્શિયમ જામી જાય છે. આ કેલ્શિયમને હટાવવા માટે આ રીયલ ડામયંડ સ્ટડેડ રોટા બ્લેટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.
બલુન ફાટી જવાની શક્યતા
નળીમાં કેલ્શિયમ વધારે હોય ત્યારે એન્જીયોપ્લાસ્ટીથી અંદર બલુનથી ફુલાવવામાં આવે છે. પરંતુ પથ્થર જેવું થઈ ગયું હોવાથી બલુન ફુલે નહીં અથવા તેના પર પ્રમાણ કરતાં વધારે પ્રેશર નાંખવામાં આવે તો નળી અથવા બલુન ફાટી જવાની શક્યતા રહે છે. ત્યારે આવા સમયે રોટા બ્લેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી જ સમસ્યામાં સુરતના ફળના વેપારી સાથે થઈ હતી. આઝમ કેળાવાળા આખરે આ પદ્ધતિથી હાર્ટ બ્લોકેજ દૂર કર્યો.
મશીનની આગળ ડાયમંડ ફિટ કરવામાં આવ્યો હોય છે
ગુજરાતના પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટ અતુલ અભયંકરે જણાવ્યું હતું કે, 'વિશ્વનો સૌથી કઠોર પથ્થર એટલે હીરો જે હર કોઈ જાણે છે. જ્યારે હાર્ટમાં કેલ્શિયમ જામી જાય ત્યારે એ પથ્થર જેવો સખત થઈ જાય છે. એટલે તેને હટાવવા માટે આ મશીનના ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનની આગળ ડાયમંડ ફિટ કરવામાં આવ્યો હોય છે, જેથી કેલ્શિયમને હટાવી શકાય છે.
50 હજાર વધુના ખર્ચે આ બ્લોકેજ સાચા હીરાના માધ્યમથી કરવામાં આવે છે દૂર
સૌ કોઈ જાણે છે કે સુરતમાં વિશ્વના 10માંથી 9 હીરા કટિંગ પોલીશીંગ થાય છે. પરંતુ કોઈને આ વાતની જાણકારી નહોતી કે સુરતના ક્લીન હીરા થકી દિલની સફાઈ પણ કરી શકાય છે. જે મશીનમાં આ હીરા લગાડવા માં આવે તે ખુબજ અદ્યતન છે જેને જોવા ઈરાનથી મેડિકલ ટીમ પણ આવી ચૂકી છે. ડૉ. અતુલ અભયંકરે જણાવ્યું હતું કે ' સામાન્ય જે ખર્ચ બ્લોકેજ દૂર કરવામાં આવે છે તેનાથી માત્ર 50 હજાર વધુનો ખર્ચ થકી આ અસાધ્ય બ્લોકેજ સાચા હીરાના માધ્યમથી દૂર કરવામાં આવે છે. જે એક મિનિટમાં ડાયમંડ રોટાબ્લેટર 1.80 લાખ વાર ફરે રોટા બ્લેટર મશીન એક ડ્રિલ મશીન કરતાં પણ વધારે સ્પીડમાં રાઉન્ડ ફરે છે. 500 વોલ્ટ સુધીનું રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 4000થી 5000 સ્પિડ પર ફરે છે.
રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 1.60 લાખથી 1.80 લાખ વાર ફરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હાર્ટની નળીના બ્લોકેજ હટાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 1.60 લાખથી 1.80 લાખ વાર ફરે છે. રોટા બ્લેટર દ્વારા કેલ્શિયમ રિમૂવ કરવામાં આવે છે. મશીનમાં ટેકનિકનો ઉપોયગ કરવામાં આવ્યો હોય છે એટલાં માટે જ્યારે મશીન ફરે ત્યારે કેલ્શિયમના કણ 5 માઈક્રોન કરતાં પણ નાના હોય છે. એટલે સરક્યુલેશન દ્વારા પસાર થઈ જાય છે અને શરીરને પણ નુકસાન થતું નથી.