સુરતઃ હાલ સમગ્ર દેશ સહિત દુનિયામાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. કેટલાક લોકો એવા છે જેમણે બે ટાઈમનું ભોજન નથી મળી રહ્યું ત્યારે સુરતમાં રહેતા હીરાના વેપારીએ આવા કપરા સમયમાં માનવતા મહેકાવી છે.
સુરતના કતારગામ પારસ પોલીસ ચોકી પાસે રહેતા દેસાઈ રીંકેસભાઈ હીરાના વ્યાપાર સાથે સંકળાયેલા છે. અત્યાર સુધી તેમના પુત્ર વીરનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવતા હતા. જો કે આ વર્ષે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે ખુદ તેમના પુત્રે જન્મદિન નહિ ઉજવી તેના પૈસાથી કીટ બનાવી ગરીબોને આપવા તેના પિતાને કહ્યું હતું. જેથી રીંકેશભાઈએ તેમના પુત્ર વીરના જન્મ દિવસ નિમિત્તે 225 ગરીબોને અનાજ કીટ વિતરણ કરી હતી. આ સાથે તેમણે 500 રૂપિયા રોકડા પણ આપવામાં આવ્યા હતા.