- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- પાસ સમાજ કોંગ્રેસથી નારાજ
- કોંગ્રેસને હરાવવા પાસે કમર કસી
સુરતઃ પાટીદાર સમાજનું માનવુ છે કે કોંગ્રેસે સમાજ સાથે ગદ્દારી કરી છે. જેથી પાટીદાર સમાજે કોંગ્રેસને હરાવવા કમર કસી છે. આ સાથે જ પાસ નેતાએ જણાવ્યું કે, કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અત્યાર સુધી સમગ્ર વિવાદ મામલે કશું નિવેદન આપ્યું નથી. જેથી હાર્દિક પટેલ સિવાય કોંગ્રેસના દરેક નેતાઓના પાસ વિરોધ કરે છે.
કોંગ્રેસે 2 લોકોને ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો
સુરતના પાસ કન્વીનર ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જેથી વોર્ડ નંબર 3માં ઉમેદવારીપત્રક ભરવા ગયેલા ધાર્મિકે અચાનક જ ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે ધાર્મિકે ETVBharatને જણાવ્યું હતું કે, પાસ દ્વારા સૂચિત 2 લોકોને કોંગ્રેસે ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ વિશાખાબેન અને વિજય પાનસુરીયાને ટિકિટ નહીં આપતા પાછી ફરી હતી અને ધાર્મિકે વોર્ડ નંબર 3માં ઉમેદવારીપત્રક ભર્યું નહોતું.
2015માં આંદોલનના કારણે કોંગ્રેસના અનેક ઉમેદવારો વિજયી થયાં હતાં
આ ઘટના બાદ કોંગ્રેસના વલણથી લાલપીળા થયેલા પાસના કાર્યકર્તાઓએ સુરતના પાટીદાર વિસ્તારમાં આવેલા તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટેનો નિર્ણય કર્યો છે અને આપે કીધું છે કે, 2015માં આંદોલનના કારણે કોંગ્રેસના અનેક ઉમેદવારો વિજયી થઈ આવ્યા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસ પાસના સમર્થન વિના જીતીને બતાવે એ પણ સાફ કીધું હતું. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પ્રચાર કરી શકશે નહીં. આ વચ્ચે પોતે કોંગ્રેસના હાર્દિક પટેલ પ્રથમવાર જનસભાને સંબોધતા સુરતના કતારગામ વિસ્તારમાં આવી રહ્યા છે. અત્યાર સુધી તેમણે આ સમગ્ર ઘટનાક્રમ અંગે એક પણ નિવેદન આપ્યું નથી, ત્યારે ધાર્મિકે જણાવ્યું હતું કે, અમે હાર્દિક સાથે છીંએ અમને હાર્દિકથી કાંઈ વાંધો નથી.
અન્ય પક્ષો અમારો લાભ લઇ શકે છે
બીજી બાજુ ધાર્મિકે જણાવ્યું હતું કે, વોર્ડમાં કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે દરેક પ્રયાયો કરી રહ્યા છે. અમે ભાજપ અને કોંગ્રેસ બન્નેના વિરુદ્ધમાં છીંએ. જેથી અન્ય પક્ષો અમારો લાભ લઇ શકે છે.
પાસના અસ્તિત્વ માટે પણ મુશ્કેલી ઉભી થઈ જશે
સુરતના વરિષ્ઠ પત્રકાર અને સુરતના રાજકારણને ઓળખનાર હરીશ ગુર્જરે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 3 ઉપરાંત પાટીદાર મતવિસ્તારમાં ભારે રસાકસી જેવો માહોલ હાલ દેખાતો નથી. આ વખતે કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેથી ભાજપ અને AAP વચ્ચેની લડત છે. સમગ્ર પાટીદાર મતવિસ્તારમાં જો કોંગ્રેસ સિંગલ લીડમાં આવે તો આ પાસ માટે ઉપલબ્ધિ રહેશે, પરંતુ જો આ ના થાય તો પાસના અસ્તિત્વ માટે પણ મુશ્કેલી ઉભી થઈ જશે.