ETV Bharat / city

ધરા શાહે ગરબાને પરંપરાગત રીતે જાળવી રાખવા તૈયાર કરાયું 'જગજનની' ગીત - સુરતના સમાચાર

ગુજરાતના પ્રખ્યાત કલાકારો માંથી એક ધરા શાહે ગરબાના આયોજનને પરંપરાગત રીતે જાળવી રાખવા માટે 'જગજનની' ગીત તૈયાર કર્યું છે. ગીતને સંગીત ત્યારે મળ્યું જ્યારે ધરાના કોરોનાગ્રસ્ત પિતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં હતા, જેમાં હોસ્પિટલમાં સાંભળવામાં આવતા અવાજો તેમજ મશીનરીના ઓરીજનલ અવાજો પણ છે.

ધરા શાહે ગરબાને પરંપરાગત રીતે જાળવી રાખવા માટે 'જગજનની' ગીત તૈયાર કર્યું...

author img

By

Published : Oct 10, 2021, 11:08 AM IST

  • ધરા શાહે ગરબાને પરંપરાગત રીતે જાળવી રાખવા માટે 'જગજનની' ગીત તૈયાર કર્યું
  • ગીતને સંગીત ત્યારે મળ્યું જ્યારે ધરાના કોરોનાગ્રસ્ત પિતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં હતા
  • અન્ય દેશોમાં પણ ધરાના અવાજના ચાહકો છે

સુરત : ભક્તિ અને શક્તિના મહાપર્વ નવરાત્રિને લઇ માત્ર ખેલૈયા જ નહીં, પરંતુ કલાકારોમાં પણ ભારે ઉત્સાહ હોય છે. ગુજરાતના આ મહાપર્વ માટે કલાકારો નવરાત્રી આયોજનોમાં ભજન કે ગીતો ગાઈને માતાજીનું આહવાહન કરતા હોય છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત કલાકારો માંથી એક ધરા શાહે ગરબાના આયોજનને પરંપરાગત રીતે જાળવી રાખવા માટે 'જગજનની' ગીત તૈયાર કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ગીતને સંગીત ત્યારે મળ્યું જ્યારે ધરાના કોરોનાગ્રસ્ત પિતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં હતા. જેમાં હોસ્પિટલમાં સાંભળવામાં આવતા અવાજો તેમજ મશીનરીના ઓરીજનલ અવાજો પણ છે.

ધરા શાહે ગરબાને પરંપરાગત રીતે જાળવી રાખવા માટે 'જગજનની' ગીત તૈયાર કર્યું...

અન્ય દેશોમાં પણ ધરાના અવાજના ચાહકો છે

સામાન્ય રીતે પરિવારના સભ્યોમાંથી કોઈકને કોરોના હોય અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય ત્યારે પરિવારના અન્ય સભ્યો ચિંતામાં રહેતા હોય છે. અને તેમને અન્ય કામોમાં સૂઝ પડતી નથી. ત્યારે ગાયક ધરા શાહે અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. મૂળ ભાવનગરના અને અડાજણ વિસ્તારમાં રહેતા ધરા શાહે માતાજીને આહવાહન કરતું એક ગીત રેકોર્ડ કર્યું છે. જેનું નામ 'જગજનની' છે. ધરા આમ તો ગુજરાત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનાર નવરાત્રિના કાર્યક્રમોમાં લોકોને ગરબાના તાલે ઝુમાવતી હોય છે. મસકદ, અફ્રિકા સહિત અન્ય દેશોના લોકો તેના આવાજના ચાહક છે. પરંતુ લોકો પરંપરાગત ગરબા સાથે જોડાઈ રહેલા આ માટે દર વર્ષે ધરા પરંપરાગત ગરબા માટે આલબમ સોંગ રજૂ કરતી હોય છે.

માતા તરફથી પ્રેરણા મળી

ધારા શાહે જણાવ્યું હતું કે, આ વર્ષે તે 'જગજનની' આલ્બમ રિલીઝ કરવાની છે. જે માટે તેમને માતા તરફથી પ્રેરણા મળી છે. મહત્વની વાત એ છે કે, આ ગીત માટે સંગીત તેને આવી આ પરિસ્થિતિમાં ધ્યાને આવ્યું જ્યારે લોકોને માતાજીની સૌથી વધુ જરૂર હતી. પિતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. તે સમયે પિતા માટે ઓક્સિજનની શોધમાં હતી. હોસ્પિટલમાં અનેક મશીનોના આવાજો આવી રહા હતા. ત્યારે માં અંબાજીની કૃપાથી તેને આ અવાજથી ગીત માટે સંગીત મળતા તેને મોબાઇલમાં મશીનોના આવાજ કેદ કરી લીધા હતા.

મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું.

ધારા શાહે વધુમાં જણાવ્યું કે, તેમના મમ્મીની ઈચ્છા હતી કે, તેઓ ઓરીજનલ અવાજ સાથે કંઈક નવું કરે. પરંતુ તે સમયે સૌપ્રથમ તેમણે કોરોના થયો અને તેના 15-20 દિવસ બાદ તેમના પિતાને પણ થયો. તેમને જુલાઈ મહિનામાં 23 દિવસ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. બેક ટુ બેક કોરોના થવાને કારણે મેન્ટલ પ્રેશરની પરિસ્થિતિમાં હતા. તેમનું કહેવું છે કે, એક દિવસ ટ્રીટમેન્ટ દરમિયાન તેમને કંઈક અલગ અવાજ સંભળાયો. ત્યારે તેમને વગર કંઈ વિચારે તેમના મનમાં જે ગીતના સબ્દો આવતા હતા તે તેમણે મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યા. આ રેકોર્ડિંગમાં તેમણા પિતાની સારવાર દરમ્યાન હોસ્પિટલની મશીનરીના નેચરલ અવાજ પણ છે. જેથી તેઓ આ ગીત સાથે એક રીતે ઈમોશનલી જોડાયેલા પણ છે. જેમાં તેમણે માતાજીને આવવા માટે આહવાહન કરતા બોલ છે.

આ પણ વાંચો : પોતાના ઉદરથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતા કુષ્માંડા, જાણો મા નવદુર્ગાના ચતુર્થ સ્વરુપનો મહિમા...

આ પણ વાંચો : ભાગેડું પિતાને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો, વધુ ખુલાસા પુછપરછ બાદ ખુલશે - હર્ષ સંઘવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.