સુરત: આમ આદમી પાર્ટી દ્વારા ગતરોજ શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપ અને ભાજપ વચ્ચે થયેલ માથાકૂટના મામલે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું (Surat aap protest rally) આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અઠવાગેટ વનિતા વિશ્રામથી સુરત પોલીસ કમિશ્નર સુધી રેલી કાઢવાના હતા, પરંતુ રેલી કાઢે તે પહેલા જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને કાર્યકર્તાઓની અટકાયત (Aap member arrest in surat) કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
ગોપાલ ઇટાલિયા સહિત તમામની અટકાયત: આ રેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા સી.આર.પાટીલ બુટલેગર ક્યાં છે અન્યે રાજ્ય ગૃહપ્રઘાન હર્ષ સંઘવી ડરપોક છે, એવા પોસ્ટરો લઈને આવ્યા હતા. ઉપરાંત ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી તેવા નારાઓ સાથે આમ આદમી પાર્ટી દ્વારા રેલી સ્ટાર્ટ કરી અને બીજી બાજુ ઉમરા પોલીસ દ્વારા ગોપાલ ઇટાલીયા સહીત તમામ કાર્યકર્તાઓની અટકાયત (Surat police arrest aap member) કરવામાં આવી હતી.
આ પણ વાંચો: તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારને કોર્ટ લાવવામાં આવ્યા, ક્રાઈમબ્રાન્ચ 14 દિવસના માંગશે રિમાન્ડ
રાજ્યમાં હાલ શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ગતરોજ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક ૨૫૨ અને ૩૪૩માં શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વોર્ડના આમ આદમી પાર્ટીના ચારે કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ભાજપના નેતા કિશોર કાનાણી અને તેમના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને હજી સુધી બુટ-મોજા, યુનિફોર્મ, બુક, બેગ વગેરે આપવામાં આવ્યું નથી, સવાલો સાથે વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો: યુવક હસતો હસતો પડ્યો કૂવામાં, રડતો રડતો આવ્યો બહાર...
ભાજપના કાર્યકર્તાઓને આ વિરોધ સહન ન થતાં તેમણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર કથિત હુમલો કર્યો હતો. તે ઉપરાંત તેમની ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પોલીસે રક્ષણ આપવાના બહાને રૂમમાં બંધ કરી દીધા હતા. આ સમગ્ર ઘટના સ્થાનિક પોલીસની હાજરીમાં થઈ હતી, તેમ છતાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું એક્શન ન લેવાતા આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી સુરત પોલીસ કમિશ્નરને રજૂઆત કરવાનું આયોજન કરાયું હતું.