સુરત : ગુજરાત રાજ્યમાં દારૂનું વેચાણ કરવું કે દારૂ સેવન કરવું તેના પર પ્રતિબંધ છે. પણ દારૂબંધી માત્ર કાગળ પર છે. આજે પણ રાજ્યમાં પાણીની જેમ દારૂ વેચાઈ રહ્યો છે. અને પોલીસ દર વર્ષે કરોડોની કિંમતનો દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશન તેમજ કીમ પોલીસ સ્ટેશનની હદ માંથી ત્રણ વર્ષમાં ઝડપાયેલી 1.33 લાખ બોટલો પર (Destroy Alcohol in Surat) બુલડોઝર ફેરવી નાશ કર્યો છે.
આ પણ વાંચો : ધાનેરા પોલીસે 237 ગુનામાં ઝડપાયેલા કરોડો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવ્યું
બે કરોડથી વધુનો વિદેશી દારૂ - સુરતના ઓલપાડ પોલીસની હદમાં ઝડપાયેલા કરોડો રૂપિયાના દારૂ પર પોલીસે બુલડોઝર (Olpad Police Turned Bulldozer on Alcohol) ફેરવી નાખ્યું છે. અંદાજે બે કરોડથી વધુનો વિદેશી દારૂ પર પોલીસે હાથીસા ખાતે (Bulldozer on Alcohol at Hathisa) બુલડોઝર ફેરવી માર્યું છે. ઓલપાડ પ્રાંત, સુરત ગ્રામ્ય DYSPની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.
આ પણ વાંચો : વલસાડ પોલીસે 8.19 કરોડના દારૂ પર ચલાવ્યું બુલડોઝર, જુઓ વીડિયો
પેટીનો ખુલ્લી કરી બુલડોઝર ફેરવ્યું - ઓલપાડ પોલીસ અને કીમ પોલીસની હદમાંથી (Kim Police Turned Bulldozer on Alcohol) ત્રણ વર્ષ દરમિયાન પકડાયેલા બે કરોડથી વધુના વિદેશી દારૂ ઓલપાડના હાથીસા ખાતે દારૂની પેટીનો ખુલ્લી કરી બધી બાટલીઓ ગોઠવી દેવામાં આવી હતી. અને ઓલપાડ તાલુકા પ્રાંત અધિકારી તેમજ સુરત ગ્રામ્ય DYSP સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂનો જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.