ETV Bharat / city

સુરતમાં 275 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, ભાજપનાં 6, કોંગ્રેસનાં 81 અને આપના 59 સામેલ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભલે ભાજપે ત્રણ બેઠકો પર વિજય મેળવી સુરત મનપામાં વહીવટ પર ફરી પકડ મેળવી હોય પરંતુ આપના ઝાડુંએ ભાજપના છ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ કરી દીધી છે. જે ભાજપ માટે વર્તમાન સ્થિતિમાં ખુબ જ શરમજનક કહી શકાય. છેલ્લા કેટલાએ વર્ષોથી સુરત સહિત રાજ્યની મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હોય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.

484 ઉમેદવારો પૈકી 275 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

author img

By

Published : Feb 24, 2021, 3:55 PM IST

  • 484 ઉમેદવારો પૈકી 275 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
  • 3 પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
  • ડિપોઝિટ જપ્ત થવી ભાજપ માટે બહુ ગંભીર બાબત

સુરત: વોર્ડ નંબર-17માં ભાજપની પેનલના તમામ ચાર ઉમેદવારોની કથા વોર્ડ નંબર-3માં ભાજપના બે ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. નિયમ મુજબ થયેલ મતદારના 16 ટકા મત પ્રાપ્ત ન કરનાર ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય છે. ત્રણ બેઠકો સાથે મનપામાં ભાજપના છ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય તે ભાજપ માટે બહુ ગંભીર બાબત ગણી શકાય. કોંગ્રેસના 81 ઉમેદવારોની ડિપોઝિટ તથા આમ આદમી પાર્ટીની 59 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે.

ડિપોઝિટ જપ્ત થનાર ઉમેદવાર

વોર્ડ નંબર-3 વરાછા સરથાણા સીમાડા ભાવનાબેન દેવાની અને ભાવેશ ભાઈ ડોબરીયાની ડિપોઝિટ જપ્ત થઈ છે. તદુપરાંત વોર્ડ નંબર-17 પૂર્વમાં ભાજપના તમામ ચાર ઉમેદવારો ભરત વાડોદરીયા, મંજુલાબેન શિરોયા, શીતલબેન ભડીયાદરા અને હરેશભાઈ જોગાણી ડિપોઝિટ જપ્ત થઈ છે. ભાજપના છ ઉમેદવારોની ડિપોઝિટ જ થવી એ સુરત મનપાની ચૂંટણીમાં ખૂબ જ મોટી બાબત છે. કુલ 120 બેઠકો માટેના 484 ઉમેદવારો પૈકી 275 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. જેમાં કોંગ્રેસના 81 ઉમેદવારોનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર-17માં ભાજપના ચાર ઉપરાંત કોંગ્રેસની આખી પેનલના ઉમેદવારોને ડિપોઝિટ જપ્ત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.