- ઘી અને આઇસ્ક્રીમ પર GSTમાં ઘટાડો કરવા માગ
- 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માગ
- કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામણને પત્ર લખવામાં આવ્યો
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા ધી તથા આઈસ્ક્રીમની પ્રોડક્ટ પર રૂપિયા 18% GST વસૂલવામાં આવે છે. હાલ જે રીતે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તેની સીધી અસર અહીં જોવા મળી રહી છે સાથોસાથ અન્ય અસર ખેડૂતોની આવક પર પડી છે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા એક પત્ર કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામણને લખવામાં આવ્યો છે. જેમાં કોરોના બાદ ખેડૂતોની અસર તથા હાલમાં વસૂલવામાં આવી રહેલા GST દરમાં ઘટાડો કરવાની માગ કરવામાં આવી છે.
વ્યવસાયી કાર્યોને તેનો સીધો લાભ જોવા મળશે
હાલ ચાલી રહેલા 18% GST ઘટાડીને 5 ટકા GST વસૂલવા માંગ કરવામાં આવી છે. GST ઘટાડાથી ખેડૂતો તથા અન્ય વ્યવસાયી કાર્યોને તેનો સીધો લાભ જોવા મળશે અને તેની આવકમાં પણ વધારો થવા પામ્યો છે.