ETV Bharat / city

31 જુલાઈ સુધીમાં વેપારીઓને ફરજિયાત રસી લેવી જ છે, પણ Vaccine Center તો વધારો સરકાર

31 જુલાઈ સુધીમાં તમામ વેપારીઓને ફરજિયાત રસી લેવા આદેશ સરકાર દ્વારા કરવામાં આ્યો છે. જોકે વેપારીઓ દ્વારા વેક્સીન સેન્ટર ( Vaccine Center ) વધારવાની છેલ્લાં એક મહિનાથી માગ કરવામાં આવી રહી હતી તો પણ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. વેપારીઓ દ્વારા 30 ઓગસ્ટ સુધી મુદત લંબાવવા માગ કરાઈ છે.

31 જુલાઈ સુધીમાં વેપારીઓને ફરજિયાત રસી લેવી જ છે, પણ Vaccine Center તો વધારો સરકાર
31 જુલાઈ સુધીમાં વેપારીઓને ફરજિયાત રસી લેવી જ છે, પણ Vaccine Center તો વધારો સરકાર
author img

By

Published : Jul 31, 2021, 2:22 PM IST

  • રાજ્ય સરકારે 31મી જુલાઈ સુધી તમામ વેપારીઓને વેક્સીન લેવાની સૂચના આપી છે.
  • એક સેન્ટર પર 500 રસી આપવામાં આવી રહી છે.
  • 150 જેટલી માર્કેટમાં 60 હજાર જેટલી દુકાનમાં કામ કરતા કારીગર અને વેપારીઓ

    સુરત :સરકારે 31મી જુલાઈ સુધી તમામ વેપારીઓને વેક્સીન લેવાની સૂચના આપી છે. જેને લઈને સુરતના કાપડ બજારનાં (Surat Textile Market ) વેપારીઓમાં રોષ ભભૂકી ઊઠયો છે. કારણકે 150 જેટલી માર્કેટમાં 60 હજાર જેટલી દુકાનમાં કામ કરતા કારીગર અને વેપારીઓ વચ્ચે વેક્સીન સેન્ટર ( Vaccine Center ) વધારવાની છેલ્લા એક મહિનાથી માગ કરવામાં આવી છે અને એક સેન્ટર પર 500 રસી આપવામાં આવી રહી છે. જો કે સેન્ટરો જ બંધ રહેતા વેક્સીનેશનનો ( Vaccination ) આ કાર્યક્રમ પૂર્ણ થાય તેવું દેખાતું નથી અને જો વેક્સીન નહીં લીધી હોય તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે વાતને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

    વેક્સીન સેન્ટર વધારવા માગ

    કોરોના ( Corona ) સામેની લડતમાં લોકો પાસે વેક્સીન એક માત્ર વિકલ્પ છે ત્યારે વેક્સીનને લઈને સરકાર દ્વારા દરરોજ નવા નિયમો લાગુ કરવામાં આવે છે. જે વેપારીઓ 31 જુલાઈ સુધી વેક્સીન નહીં લીધી હોય તેવા વેપારીઓની દુકાનો સીલ કરવાની ચીમકી સરકારે ઉચ્ચારી છે. તેની સામે સુરતનાં કાપડ બજારના (Surat Textile Market ) વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતના રિંગરોડ પર આવેલી 150 જેટલી કાપડ માર્કેટોમાં 60 હજાર કરતાં વધુ દુકાનોમાં 7 લાખ કરતા વધુ કારીગરો અને વેપારીઓ કામ કરે છે. છેલ્લા લાંબા સમયથી સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં માત્ર ત્રણ જેટલા સેન્ટરો ( Vaccine Center ) પર 200 જેટલી જ રસી આપવામાં આવતી હતી અને તે સમયમર્યાદા 30 જૂને રાખવામાં આવી હતી જો કે વેપારીઓએ રજૂઆત કર્યા બાદ આ સેન્ટરો વધારી 10 અને દરેક સેન્ટર 580 આપવાની વાત કરવામાં આવી હતી. પણ છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના સેન્ટર બંધ રહે છે અને જો સેન્ટર ચાલુ હોય તો માત્ર 100 જેટલી વેક્સીન આપવામાં આવે છે.

    કાપડ ઉદ્યોગની હાલત બદતર બની ગઇ છે

    આ ઉપરાંત વતન ગયેલા શ્રમિકો પણ ધીરે ધીરે પરત ફરી રહ્યા છે એટલે કે વેક્સીન લેવા લોકોનું ઘોડાપૂર છે. તેની સામે સેન્ટર ( Vaccine Center ) બંધ રહેવાના કારણે 31મી જુલાઈ સુધીનો કાર્યક્રમ પૂર્ણ થઇ શકે તેમ નથી અને તે વચ્ચે તંત્ર અને સરકાર દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે 31 મી જુલાઈ પહેલા વેક્સીન ન લીધી હોય તે દુકાનમાં અથવા વેપારીની દુકાન સીલ કરવાનું કહેવામાં આવ્યું છે તેને લઈને વેપારીઓમાં રોષ છે. કારણ કે છેલ્લા બે વર્ષથી કાપડ ઉદ્યોગની હાલત બદતર બની ગઇ છે. પ્રથમ મંદી અને ત્યારબાદ કોરોનાને હવે અલગ અલગ રાજ્યોમાં આવેલા પૂરનેે લઈને આગામી દિવસમાં તહેવારોમાં ઘરાકી નથી ત્યારે સરકારના નિર્ણયની સામે વેપારીઓની રજૂઆત છતાં કોઈ સાંભળનાર નથી જેને લઇને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

    સપ્ટેમ્બર સુધીમાં પણ માર્કેટ એરિયાનું વેક્સીનેશન થઇ શકશે નહીં

    ફોસ્ટાના ડિરેકટર પ્રવક્તા રંગનાથ શારદાએ જાણાવ્યું હતું કે હજુ તો માર્કેટમાં 50 ટકા જેટલું જ વેક્સીનેશન ( Vaccination ) થયું છે. અહી સેન્ટર વધારવા અને રસી વધારવા અમે અનેક રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી અમારી રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી.આવી જ રીતે ધીમી ગતિએ વેક્સીન અપાશે તો સપ્ટેબર સુધીમાં પણ માર્કેટ એરિયાનું વેક્સીનેશન થઇ શકશે નહીં.31 જુલાઈ સુધીમાં તમામ વેપારીઓને ફરજિયાત રસી લેવા આદેશ પણ સ્ટોક પૂરતો નહીં હોવાથી 30 ઓગસ્ટ સુધી મુદત લંબાવવા માગ કરાઈ છે.

આ પણ વાંચોઃ સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સમક્ષ રજૂઆત

આ પણ વાંચોઃ સુરત શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને હજી પાઠ્યપુસ્તક મળ્યા નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.