- ઉદ્યોગપતિ મહેશ સવાણીએ મનીષ સિસોદિયા સાથે કરી મુલાકાત
- મહેશ સવાણી લાંબા સમયથી ભાજપમાં સક્રિય હતા
- આમ આદમી પાર્ટીમાં મહેશ સવાણી જોડાશે
સુરત: આગામી ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હીના નેતાઓનો ગુજરાતમાં દોર શરૂ થઈ ગયો છે. આજે આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી (MAHESH SAVANI)એ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા(MANISH SISODIYA) સાથે મુલાકાત કરી છે. 12 વાગ્યે પત્રકાર પરિષદમાં તેઓએ આપ (AAP)નો ખેસ ધારણ કર્યો છે.
આ પણ વાંચો: BJP 25 વર્ષમાં PHC બનાવી શક્યું નથી: મનીષ સિસોદિયા
મહેશ સવાણી સામાજીક પ્રવૃતિને લઈને ખૂબ જ પ્રતિષ્ઠિત છે
મહેશ સવાણી(MAHESH SAVANI) લાંબા સમયથી ભાજપમાં સક્રિય રહ્યા રહ્યા છે અને તેઓ સામાજીક પ્રવૃતિને લઈને ખૂબ જ પ્રતિષ્ઠિત છે. તેમણે એક હજાર કરતાં વધુ અનાર્થ યુવતીઓના લગ્ન કર્યા છે. લાંબા સમયથી ભાજપમાં નારાજગી દેખાઈ આવી રહી હતી. ઘણા સમયથી મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે છે તેવી ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે આજે એ ચર્ચાનો અંત આવી ગયો છે. નાયબ મુખ્યપ્રધાનના હસ્તે આમ આદમી પાર્ટીમાં મહેશ સવાણીએ આપનો ખેસ ધારણ કર્યો છે.
આ પણ વાંચો: મનીષ સીસોદીયાનો સુરત પ્રવાસ થયો રદ્દ, ટ્વિટ કરી આપી માહિતી