- પાંડેસરા બાટલીબોય સિધ્ધાર્થ નગર પાસે અકસ્માત
- ટેન્કર ચાલક નશામાં હોવાનો પરિવારનો આક્ષેપ
- સ્થાનિક લોકોએ ટેન્કર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા બાટલી સિદ્ધાર્થ નગરમાં રહેતો 42 વર્ષીય રોહિતભાઈ મોચીરામ પ્રધાન ભાડાથી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા હતા પરંતુ લોકડાઉનથી રીક્ષા ચલાવવાનું બંધ થઈ જતા નોકરીની શોધમાં ઘરથી બહાર નીકળ્યા હતા. ત્યારે સિધ્ધાર્થ નગર પાસે ટેન્કર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં ફરજ પર હાજર તબીબોએ રોહિતભાઈને મૃતજાહેર કર્યો હતો.
લોકોએ ટેન્કર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો
રોહિતભાઈ મૂળ ઓડિસાના વતની હતા. પરિવારમાં એક પુત્ર બે દીકરી પત્ની અને માતા છે. તે સુરતમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ટેન્કર કબજો કરી ચાલકની અટકાયત કરી
અકસ્માતની ઘટના બાદ પરિવારના લોકો સહિત સમાજના આગેવાનો નવી સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પરિવારના લોકોને ઓડિસા પ્રવાસી ટ્રસ્ટના સામાજિક આગેવાનોએ મૃતક રોહિતભાઈ પ્રધાનનું અંગદાન કરવા સમાજાવવામાં આવ્યા હતા. પરિવારે રોહિતભાઈ પ્રધાનની આંખ દાન કરી અન્ય વ્યક્તિના જીવનમાં રોશની આપી હતી.