કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
આમ્રમંજરીઓ કાળી પડવાથી કેરીના પાકને નુકસાન
કેરીના ભાવોમાં વધારો થવાની સંભાવના
કેરીના મોર ખરી પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું

ગત્ત રાત્રે સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શુક્રવારે રાત્રે અચાનક કમોસમી માવઠું થયું હતું. મહુવા તાલુકાના અનાવલ પંથકમાં પડેલા વરસાદી ઝાપટાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે. ચાલુ વર્ષે આંબાઓ પર મોટા પ્રમાણમાં આમ્રમંજરીઓ આવી હોય ખેડૂતોને કેરીનો પાક સારો ઉતરવાની આશા હતી.થોડા દિવસ પહેલા થયેલા કમોસમી માવઠા બાદ ફરીથી માવઠું થતા મોટા ભાગનો મોર કાળો થઈ ગયો છે. બીજી તરફ મોર ખરી પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
કેરીના ભાવોમાં વધારો થવાની સંભાવના
મોરને થયેલા મોટાપાયે નુકસાનને કારણે કેરીના ભાવોમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે આ વખતે પણ કેરી રસિયાઓએ કેરી ખાવા માટે ખિસ્સા વધુ હળવા કરવા પડશે. બીજી તરફ ખેડૂતો હજી પણ વાતાવરણમાં સુધારો થાય તો મોટું નુકસાન ટાળી શકાય તેવી સંભાવના વ્યક્ત કરી રહયા છે.