ETV Bharat / city

લગ્નનો ખર્ચ બચાવી PM ફંડમાં આપી 3 લાખની રકમ, મહેમાનોને આપ્યું સેનેટાઈઝર અને સ્ટીમ મશીન

કોરોનાકાળના ફેઝ 2માં રાત્રિ કર્ફ્યુ છે અને લગ્નની સિઝનમાં કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે સુરતના અગ્રવાલ પરિવારે પોતાના દીકરાનું અનોખી રીતે લગ્ન કરી સરકારની ગાઇડ લાઇનનું પાલન અને લગ્ન બન્નેનો તાલમેલ કંઈક અલગ જ રીતે બેસાડ્યો છે. પરિવાર દ્વારા આવનાર મહેમાનોને સેનિટાઇઝર અને સ્ટીમ મશીન આપવામાં આવ્યાં છે .એટલું જ નહીં, લગ્નનું ફેસબુક લાઈવ કરી પરિવારના સભ્યોને ઓનલાઇન જોડ્યાં હતા. લગ્ન સાદાઈથી કરી જે પણ ખર્ચ બચ્યો તેમાં ત્રણ લાખની રકમ પીએમ કેર ફંડમાં આપી સરકારની સાથે કોરોનાની લડતમાં સહભાગી પણ બન્યાં છે.

author img

By

Published : Nov 28, 2020, 3:13 PM IST

લગ્નનો ખર્ચ બચાવી PM ફંડમાં આપી 3 લાખની રકમ, મહેમાનોને આપ્યું સેનેટાઈઝર અને સ્ટીમ મશીન
લગ્નનો ખર્ચ બચાવી PM ફંડમાં આપી 3 લાખની રકમ, મહેમાનોને આપ્યું સેનેટાઈઝર અને સ્ટીમ મશીન
  • સુરતમાં એક પરિવારે રજૂ કરી મિશાલ
  • કોરોના ગાઈડલાઈનનું પાલન પણ પીએમ ફંડમાં દાન પણ
  • ખર્ચ બચાવી રુપિયા 3 લાખ પીએમ ફંડમાં આપ્યાં

અમદાવાદઃ કોરોનાકાળમાં સરકારની નવી ગાઇડલાઇનના કારણે લગ્નસરાની સિઝનમાં અનેક લોકોને પરેશાની થઇ રહી છે. ગાઇડલાઇન મુજબ એક તરફ મહેમાનોની સંખ્યા માત્ર સો કરી દેવામાં આવી છે અને રાત્રિ કરફ્યુ પણ છે તેથી લોકોને મુશ્કેલી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ સુરતના ગોયલ પરિવાર એવા લોકો સામે એક મિશાલ રજૂ કરી છે. સુરત બારડોલી ખાતેના રહીશ અગ્રવાલ સમાજ બાલોતરા ગ્રુપના સદસ્ય અને બારડોલી લાયન્સ ક્લબના પૂર્વ અધ્યક્ષ સુરેશના પુત્રના લગ્ન રાખવામાં આવ્યાં હતાં. આ લગ્ન બાબતે સુરેશભાઈ અને તેમના કુટુંબીઓએ સામૂહિક નિર્ણય લઈ કોરોનાવાયરસ અંગેની સરકારી ગાઈડલાઈન્સ મુજબ સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

કોરોના ગાઈડલાઈનનું પાલન પણ પીએમ ફંડમાં દાન પણ

મંદિરમાં લગ્ન યોજવાથી લાખો રૂપિયાની બચત

સુરતના રાધાકૃષ્ણ મંદિર ખાતે આ પરિવાર દ્વારા લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં ગાઇડલાઇન મુજબ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યાં હતાં. મંદિરમાં લગ્ન યોજવાથી લાખો રૂપિયાની બચત થઈ હતી જેથી સુરેશ ગોયલે મોંઘા લગ્ન આયોજન ન કરી સાદગીથી કરાયેલા લગ્નથી બચેલ રૂપિયા 3 લાખ જેટલી રકમ પ્રધાનમંત્રી ફંડમાં આપી સરકારની સાથે કોરોનાની લડાઈમાં સહભાગી બન્યાં હતાં.

ફેસબુક પર લગ્ન લાઈવ કર્યા

આ લગ્ન મંદિરમાં અને ઓનલાઇન રાખ્યાં હતાં. આમ તો લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય છે, પરંતુ ગાઇડલાઇન મુજબ માત્ર સો લોકોને જ લગ્નમાં જવાની પરવાનગી સરકારે આપી છે. જેથી લોકો મોટા પ્રમાણે ભેગા ન થાય આ માટે આગળ પરિવારે ફેસબુક પર લગ્ન લાઈવ કર્યા હતા. જેથી મિત્રો અને પરિવારના અન્ય સભ્યો ઘરે બેસીને લગ્નની મજા માણી શકે અને ત્યાંથી જ વરવધુને આશીર્વાદ આપે. ફેસબુક લાઈવ પર આ લગ્ન બન્ને પરિવારના સભ્યો અને મિત્રમંડળ મળીને ત્રણ હજારથી વધુ લોકોએ જોયાં હતાં.

સેનિટાઇઝરની બોટલ અને સ્ટીમ મશીનની ભેટ આપી

આ લગ્નમાં માત્ર ગાઈડલાઈનનું જ પાલન કરવામાં આવ્યું ન હતું આવ્યું, પરંતુ જે પણ મહેમાનો વરવધૂને આશીર્વાદ આપવા માટે લગ્નમાં હાજર રહ્યાં હતાં. તેઓને સેનિટાઇઝરની બોટલ અને સ્ટીમ મશીન આપી કોરોના કાળમાં જાગૃત રહેવાનું આવાહન પણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.