- સુરતમાં ગુનાઓની સંખ્યામાં ધરખમ વધારો
- કેટલાક લોકોએ સાયણ પોલીસ ચોકી (Sayan police outpost)માં કરી તોડફોડ
- બે પક્ષ વચ્ચે થયેલા ઝઘડા મામલે કેટલાક લોકો પહોંચ્યા હતા પોલીસ ચોકી (police outpost)
સુરતઃ શહેરમાં 2 પક્ષ વચ્ચે થયેલા ઝઘડા મામલે કેટલાક શખ્સ સાયણ પોલીસ ચોકી (Sayan police outpost)માં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જોકે, ત્યાં પહોંચેલા લોકોએ પોલીસ ચોકી (police outpost) અને પોલીસના વાહનોમાં જ તોડફોડ કરી નાખી હતી. જોકે, ચોકીમાં તોડફોડ કરનારા 2 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. આ સાથે જ દારૂના નશામાં તોડફોડ કરી હોવાની ચર્ચા થઈ રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- કોરોના દર્દીનું મોત થતાં હોસ્પિટલમાં સંબંધીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી
સાયણ આઉટ પોસ્ટમાં બની તોડફોડની ઘટના
બે પક્ષ વચ્ચે થયેલા ઝઘડા મામલે કેટલાક શખ્સ પોલીસ ચોકી (police outpost)માં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન જ ટોળાના કેટલાક લોકોએ પોલીસ સ્ટેશનમાં જ તોડફોડ કરી નાખી હતી. આ સાથે જ કેટલાક લોકોએ પોલીસ ચોકીમાં પાર્ક કરેલા પોલીસના ખાનગી વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
આ પણ વાંચો- મોડાસામાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ દુકાનમાં કરી તોડફોડ, 7 લોકોની અટકાયત
તોડફોડ કરનારા 2 આરોપીની ધરપકડ
આ અંગે મળતી વધુ માહિતી મુજબ, સાયણ ખાતે નજીવી બાબતે બે પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. બે પક્ષ વચ્ચે થયેલી બબાલનો મામલો સાયણ પોલીસ (Sayan police outpost) ચોકી પર પહોંચ્યો હતો, જ્યાં કોઈ વાતને લઈને ફરિયાદ કરવા ગયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ ચોકી (police outpost)માં તોડફોડ કરી હતી. આ સાથે ચોકી બહાર પાર્ક કરેલી પોલીસની ખાનગી વાહનમાં કાચ ફોડ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા 2 શખ્સોને ઝડપી તેઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યાનું જાણવા મળ્યું હતું.