- રેશન કાર્ડ ધારકોના 62,000 જેટલા યુઝર IDના આધારે કરોડો રૂપિયાનું કૌભાંડ
- ક્રાઈમ બ્રાન્ચે સુરત શહેરના પુણા સહિતના વિસ્તારમાં તપાસ કરી હતી
- 45 દુકાનદારની કૌભાંડ (SCAM)માં સાઠગાંઠ
સુરત: સરકારી રેશનિંગની પરવાનો ધરાવતી દુકાનોમાં ચાલી રહેલી અનાજની હેરાફેરી મામલે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ સુરતનો પુરવઠા વિભાગ સપાટો બેઠો થયો છે. હવે પુરવઠા વિભાગ મામલતદાર પાસે તપાસ કરાવશે. તાજેતરમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બારકોડેડ રેશન કાર્ડ ધારકોના 62,000 જેટલા યુઝર ID અને અન્ય ડેટાના આધારે મહિનાનો કરોડો રૂપિયાનું અનાજ પચાવી જનારાઓનું કૌભાંડ (SCAM) પકડ્યું હતું. કૌભાંડમાં અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે સુરત શહેરના પુણા સહિતના વિસ્તારમાં તપાસ કરી હતી અને પ્રાથમિક તપાસમાં 45 દુકાનદારની કૌભાંડમાં સાઠગાંઠ હોવાનું શોધી કાઢ્યું હતું. આ કૌભાંડ લાંબા સમયથી ચાલતું હતું.
પુરવઠા અધિકારી, ઝોનલ અધિકારી સહિત પોલીસની ટીમ બનાવી તમામ કરવા આદેશ
સુરત શહેરમાં 45 રેશનિંગની દુકાનમાં યુઝર ID વેચી દીધા બાદ સરકારી અનાજ સગેવગે કરી જતા સુરત કલેકટર આયુષ ઓકએ પુરવઠા અધિકારી, ઝોનલ અધિકારી સહિત પોલીસની ટીમ બનાવી તમામ કરવા આદેશ કરી દીધો છે. પોલીસ રિપોર્ટ આવે એ પહેલા પુરવઠા વિભાગની ટીમને પણ શંકાસ્પદ દુકાનોમાં તપાસ કરવા દેવાશે. આ ટીમ પોતાની તપાસ ચાલુ કરી દેશે. કહેવાય છે કે, ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો આ ઘાટ છે. સુરત કલેકટરે આવી દુકાનોમાં જે ગ્રાહકોના નામો હતા તેમના ઘરે જઈને ઉલટ તપાસ કરવા આદેશ આપ્યો છે. આ દુકાનમાંથી ગ્રાહકોને અનાજ મળ્યું છે કે કેમ તેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.
આ પણ વાંચો: આંબાવાડીની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની સરકારી દુકાન પર લોકોએ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો
જિલ્લામાં પુરવઠા વિભાગમાં ભારે ગોબાચારી ચાલુ હોવાની દુર્ગંધ આવતી હોય
સુરત શહેર અને જિલ્લામાં પુરવઠા વિભાગમાં ભારે ગોબાચારી ચાલુ હોવાની દુર્ગંધ આવતી હોય છે. સુરત શહેરમાં ગરીબોના નામે અનાજ કૌભાંડ હજમ કરી જાય છે, પરંતુ પુરવઠા વિભાગના કેટલાક લાંચિયા બાબુઓ કોઈ ઠોસ પગલાં ભરી શકાતા નથી. હવે જોવું રહ્યું કે આખા કૌભાંડમાં તપાસ બાદ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો: રેશનિંગ દુકાનમાં Plastic rice આવતા હોવાનો વેલાવી ગામના લોકોએ કર્યો આક્ષેપ