ETV Bharat / city

Crime in Surat: પ્લાસ્ટિકના દાણાના વેપારી સાથે 3.66 કરોડની છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા - Crime in Surat

સુરત શહેર વિસ્તાર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે.જેમાં ઘણા મોટા આર્થિક લેવડ-દેવડ થતી હોય છે. જેમાં ઘણી વખત તકસાધુઓ વેપારીઓ સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી ખોટા અને બનાવટી માણસો(Fake people) ઉભાકરી ખોટા દસ્તવેજો આધારે મિલકતોનું વેચાણ(Sale of property) કરી નાણાકીય લાભ મેળવતા હોય છે.

Crime in Surat: પ્લાસ્ટિકના દાણાના વેપારી સાથે 3.66 કરોડની છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા

author img

By

Published : Mar 31, 2022, 4:12 PM IST

સુરત: ખોટા દસ્તાવેજો આધારે સુરતના પ્લાસ્ટિકના દાણાના(Plastic grain trader from Surat) વેપારી સાથે 3.66 કરોડની છેતરપિંડીના ગુનામાં ખોટી ઓળખ આપનાર બે આરોપીઓને ઇકો સેલ સુરત શહેર પોલીસ ઝડપી પાડ્યા હતા.

"આપ કે પાસ પૈસા પડા હો તો ઇસમે ઇન્વેસ્ટમેંટ કિજીયે, આપ કા પૈસા એક દો સાલ મે ડબલ હો જાયેગા” - ગત સપ્ટેમ્બર 2018થી 25 ડિસેમ્બર 2021 દરમિયાન આવી જ ઘટના સુરતના વેપારી જે પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીના માલિક ગ્યાનચંદ બજરંગલાલ જૈન સાથે બની હતી. જેમાં વેપારી સાથે તેમના જ સમાજના ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જવાહરલાલ જૈનએ વિશ્વાસ કેળવી કહેલું કે “મેરે પાસ VIP રોડ પે સસ્તે મે દલાલ ઘનશ્યામભાઇ રાખોલિયા કી એક ઓફીસ યાતો દુકાન આઇ હૈ આપ કે પાસ પૈસા પડા હો તો ઇસમે ઇન્વેસ્ટમેંટ કિજીયે, આપ કા પૈસા એક દો સાલ મે ડબલ હો જાયેગા” તેવી વાતો કરીને VIP પ્લાઝા પર આવેલ ઓફીસ S-6ની ખરીદી કરવા માટે જણાવેલું અને તે રીતે જુદી જુદી ચાર મિલકતોના દસ્તાવેજો અલગ અલગ તારીખે બનાવડાવી તે મિલ્કતના અવેજ પેટે વેપારી પાસેથી 3.66 કરોડ રકમ લીધી હતી.

આ પણ વાંચો: મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોરોનાનો પ્રવેશ, દસ્તાવેજ કામગીરી બંધ થતા રોષ

રજીસ્ટ્રાર કચેરીમાં ખોટો દસ્તાવેજ રજિસ્ટર કરાવેલો હતો - આરોપી ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જવાહરલાલ જૈન જમીન દલાલ તરીકે કામ કરે છે તેઓએ ફરીયાદી સાથે વિશ્વાસ કેળવી આયોજન બધ્ધ રીતે અગાઉથી અલગ-અલગ બેંકોમાં ખોટા દસ્તાવેજો(False documents in banks) પુરાવાઓ ઉભા કરી તેના આધારે બેંક એકાઉન્ટ ખોલાવેલ હતા ત્યારબાદ ફરીયાદી વેપારીને ચાર જેટલી મિલકત બતાવેલ તેને સસ્તા ભાવે ખરીદવા(Buy cheap) માટે લાલચ આપેલ હતી ફરીયાદી એ તેને ચાર મિલકત પેટે રૂપિયા 3.66 ચુકવેલ છે. તે પૈસા ખોટા નામે ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટ તેમજ આરોપીના એકાઉન્ટમાં જમા થયેલા છે. સદર આરોપીએ ચાર મિલકત પૈકી એક મિલકત ખોટી વ્યક્તિ ઉભી કરી તેના મારફતે રજીસ્ટ્રાર કચેરીમાં ખોટો દસ્તાવેજ રજિસ્ટર કરાવેલો હતો. જેમા ઓળખ આપનાર સાક્ષીઓની ધરપકડ કરવામા આવેલ છે. અન્ય ત્રણ દસ્તાવેજ જાતે જ બોગસ તૈયાર કરી ફરીયાદીને આપેલા હતા. ફરીયાદીને પાછળથી તપાસ કરતા જાણવા મળેલું કે ચાર પૈકી એકપણ મિલ્કત આરોપી તરફથી પોતાને વેચાણ આપવામા આવેલ નથી. પોતાની સાથે છેતરપીંડી થયેલી હતી. આમ આરોપીએ આયોજનબધ્ધ રીતે ફરીયાદી સાથે કૂલ રૂપિયા 3.66 કરોડની છેતરપીંડી કરેલી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ગૌચર જમીન કૌભાંડ બહાર આવ્યુ, ખોટા દસ્તાવેજો રજૂ કરી ખેતી થઈ રહી છે !

ધરપકડ કરેલ આરોપીઓ - જે ગુનામાં પ્રથમ મીલકત VIP પ્લાઝાની દુકાનનો સબરજીસ્ટ્રારમાં દસ્તાવેજ(Document in Sub-Registrar of shop) કરાવતી વખતે વેચનાર ખોટી વ્યકતી હોવા છતાં તેને સાચો માણસ છે. તેવી સબ રજીસ્ટ્રાર સમક્ષ ઓનલાઇન કેમેરા વીડીઓગ્રાફીમાં(In online camera videography) ખોટી ઓળખ આપનાર આરોપીઓ આરીફભાઇ ગુલશેરખાન પઠાણ અને નરેશ કેશવભાઇ વાઢેળને પકડી પાડવામાં આવેલ છે. આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં જડપાયેલા આરોપીઓની મુખ્ય આરોપી ઉપવન બાબતે સઘન પુછપરછ અને તલસ્પર્શી તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.