ETV Bharat / city

સુરતમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, મોબાઈલ સ્નેચિંગ નેટવર્કનો કર્યો પર્દાફાશ - મોબાઈલ સ્નેચિંગ નેટવર્ક

સુરત: શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવનારી ટોળકીને ઝડપી પાડી છે. જેનો મુખ્ય સૂત્રધાર કાપડનો વેપારી છે. આ ટોળકીએ ત્રણ મહિનામાં 131 જેટલા મોબાઇલ સ્નેચિંગ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

Crime Branch unveils mobile snatching network in Surat
સુરતમાં ક્રાઈમ બ્રાંચે મોબાઈલ સ્નેચિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો
author img

By

Published : Dec 1, 2019, 4:23 PM IST

સુરતમાં એક પછી એક સતત વધી રહેલા મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે જે ગેંગને ઝડપી પાડી છે, તેનો ખુલાસાએ પોલીસને પણ અચંબામાં નાખી દીધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવેલા સાત આરોપીઓ પાસેથી 131 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. જેને તેઓએ માત્ર 90 દિવસમાં સ્નેચિંગ કરી મેળવ્યા હતા. એટલે એક દિવસમાં આશરે 2 મોબાઇલ સ્નેચિંગની ઘટનાને તેઓ અંજામ આપતા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ સ્નેચિંગ અને ઓટો રીક્ષામાં પેસેન્જરોના ખિસ્સામાંથી ચોરીના મોબાઈલ ખરીદ વેચાણના ગુના કરતી ટોળકીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

સુરતમાં ક્રાઈમ બ્રાંચે મોબાઈલ સ્નેચિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો

સુરત ખાતે મોબાઈલ સ્નેચિંગનું નેટવર્ક ચલાવનાર સૂત્રધારનુ નામ જુનેદ ઉર્ફે ખારેક અસલમ કાપડિયા છે. જૂનેદે પોલીસને જણાવ્યું છે કે, તે કાપડના વેપાર સાથે સંકળાયેલો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ જ્યારે જુનેદના ઘરે પહોંચી તો ચોંકી ઉઠી હતી. કારણ કે, તેના ઘરેથી મોબાઇલ ઉપરાંત 13 લાખ રૂપિયા નગદ અને રૂપિયા ગણવાનુ મશીન પણ મળી આવ્યુ છે. જુનેદ અગાઉ મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મોબાઈલ લૂંટની ઘટના સમગ્ર શહેરમાં કરવા માટે તેને પોતાની ગેંગ પણ ઊભી કરી હતી. આ ગેંગમાં તેણે 10થી 15 યુવાનોને સામેલ કર્યા હતા. અન્ય આરોપીઓ દિવસ અને રાત દરમિયાન મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપતા અને જે પણ મોબાઈલ મળતા તે જુનેદને આપતા હતા. જુનેદ આ મોબાઇલને વોટ્સએપ કોલથી બોટાદમાં રહેતા મમુ નામના ઈસમને વેચતો હતો.

જુનેદની ગેંગને ઝડપી સુરત ક્રાઈમ બ્રાન્ચે ખટોદરા પોલીસ સ્ટેશનના 9, ઉધના પોલીસ સ્ટેશનનો 1, સલાબતપુરા પોલીસ સ્ટેશનનો 1, રાંદેર પોલીસ સ્ટેશનનો 1 અને ઉમરા પોલીસ સ્ટેશનના 4 મોબાઈલ લૂંટના ગુનાને ઉકેલી નાખ્યા છે.

જુનેદ સાથે ઝડપાયેલા અન્ય આરોપી
1. અઝરુદ્દીન ઉર્ફે અઝહર નિઝામ શેખ
2. સાદિક ઉર્ફે જંબુરા શકીલ શેખ
3. કલીમ ઉર્ફે કલ્લુ સલીમ શેખ
4. ઈરફાન ઉર્ફે ઇપ્પુ સત્તાર મન્સૂરી
5. રિક્ષા ડ્રાઇવર હાફિઝ ખાન
6. ઈરફાન ઉર્ફે લંગડો મન્સૂરી

Intro:સુરત : કાપડા વેપારીને ત્યાં નોટ ગણવાનુ મશીન મળી આવ્યુ છે. સુરતના કપડા વેપારી મશીનથી નોટો ગણતો હતો પણ એ નોટો તે લૂંટ અને મોબાઈલ સ્નેચીંગના ગુનામાં મળી આવેલી નોટો હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવનાર ટોળકીને ઝડપી પાડી છે જેનો મુખ્ય સૂત્રધાર કાપડનો વેપારી છે. આ ટોળકીએ ત્રણ મહિનામાં 131 જેટલા મોબાઇલ સ્નેચિંગ કરી લૂંટની ઘટના ને અંજામ આપ્યો હતો.

Body:સુરતમાં એક પછી એક સતત વધી રહેલા મોબાઈલ સ્નેચિંગની ઘટના માં સુરત ક્રાઈમ બ્રાન્ચે જે ગેંગને ઝડપી પાડી છે તેનો ખુલાસો પોલીસને પણ અચંબામાં નાખી દીધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવેલા સાત આરોપીઓ પાસેથી 131 મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે. જેને તેઓએ માત્ર 90 દિવસમાં સ્નેચિંગ કરી મેળવ્યા હતા.એટલે એક દિવસમાં આશરે 2 મોબાઇલ સ્નેચિંગની ઘટનાને તેઓ અંજામ આપતા હતા.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ સ્નેચિંગ અને ઓટો રીક્ષા માં પેસેન્જરોના ખિસ્સા માંથી ચોરીના મોબાઈલ ખરીદ વેચાણના ઓર્ગેનાઇઝ ગુના કરતી ટોળકીના નેટવર્ક નો પર્દાફાશ થયો છે. 

સુરત ખાતે મોબાઈલ સ્નેચિંગનું નેટવર્ક ચલાવનાર સૂત્રધારનુ નામ જુનેદ ઉર્ફે ખારેક અસલમ કાપડિયા છે. જૂનેદે પોલીસને જણાવ્યું છે કે તે કાપડના વેપાર સાથે સંકળાયેલો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ જ્યારે જુનેદના ઘરે પહોંચી તો ચોંકી ઉઠી હતી કારણ કે તેના ઘરેથી મોબાઇલ સિવાય તેર લાખ રૂપિયા નગદ અને રૂપિયા ગણવાનુ મશીન પણ મળી આવ્યુ છે. જુનેદ અગાઉ મોબાઈલ ના વ્યવસાય સાથે સંકળાયેલો હતો મોબાઈલ લૂંટની ઘટના શહેરભરમાં કરવા માટે તેને પોતાની ગેંગ પણ ઊભી કરી હતી આ ગેંગમાં તેને ૧૦ થી ૧૫ યુવાનોને સામેલ કર્યા હતા. અન્ય આરોપીઓ દિવસ અને રાત દરમિયાન મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપતા અને જે પણ મોબાઈલ મળતા તે જુનેદ ને આપતા હતા. જુનેદ આ મોબાઇલને whatsapp કોલથી બોટાદ માં રહેતા મમુ નામના ઈસમને વેચતો હતો.

જુનેદ સહિત તેના ગેંગને ઝડપી પાડી સુરત ક્રાઈમ બ્રાન્ચે ખટોદરા પોલીસ સ્ટેશનના 9, ઉધના પોલીસ સ્ટેશનના 1 સલાબતપુરા પોલીસ સ્ટેશનના -1 રાંદેર પોલીસ સ્ટેશનના -1 અને ઉમરા પોલીસ સ્ટેશનના -4 મોબાઈલ લૂંટના ગુનાને ઉકેલી નાખ્યા છે.

Conclusion:જુનેદ સાથે ઝડપાયેલા અન્ય આરોપી
1 -અઝરુદ્દીન ઉર્ફે અઝહર નિઝામ શેખ
2- સાદિક ઉર્ફે  જંબુરા શકીલ શેખ
3-કલીમ ઉર્ફે કલ્લુ સલીમ શેખ
4- ઈરફાન ઉર્ફે ઇપ્પુ સત્તાર મન્સૂરી
5- રિક્ષા ડ્રાઇવર હાફિઝ ખાન
6- ઈરફાન ઉર્ફે લંગડો મન્સૂરી

16 ગુન્હાઓનો ભેદ ઉકેલી 132 જેટલા મોબાઈલ રિકવર સાથે 13 લાખ કેસ જપ્ત કર્યા છે.
મુખ્ય આરોપી જુનેદ ની ગેંગમાં મોબાઈલ સ્નેચિંગ કરતા કુલ 10 દસ આરોપીઓ શામેલ હતા.

બાઈટ : પી. એમ. પરમાર (ACP સુરત પોલીસ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.