સુરત: એડવોકેટ જેઓ હંમેશા શહેરના કોર્ટમાં કાળો કોટ પેહરી એક બીજા સાથે કેસોને લઈને અને અન્ય કામોને લઈને સામસામે જોવા મળે છે. તેજ એડવોકેટસ દ્વારા છેલ્લા 4 દિવસથી એડવોકેટસ પ્રીમિયર લેગ્સ (Advocates Premier Legs) દ્વારા ક્રિકેટ મેચનું (Cricket match held in Surat) આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી સુરત એડવોકેટસ પ્રીમિયર લેગ્સ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે છે.
એડવોકેટસ માટે ક્રિકેટ મેચનું આયોજન : છેલ્લા બે વર્ષથી કોરોના હોવાને કારણે આ મેચનું આયોજન થઈ શક્યું નહોતું. જેથી આ વખતે એડવોકેટસ પ્રીમિયર લેગ્સ દ્વારા 4 દિવસીય ક્રિકેટ મેચનું (Cricket match held in Surat) આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ મેચમાં ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડિયન ગ્રીન વુમન્સ ટીમના વાઇસ કેપ્ટન રેણુકા ચૌધરી અને ઇન્ડિયન વુમન્સ બ્લ્યુ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર કૃતિકા ચૌધરીએ હાજરી આપી હતી. તથા સુરત શહેર તથા જિલ્લાના નામાંકિત વકીલો અને એમાં નયન સુખડવાલા જો સરકારી વકીલ તરીકે સુરત કોર્ટમાં ફરજ પર છે. તેઓ હાજર રહ્યા હતા. IPL માં મહિલા ક્રિકેટ ની ટીમ બનવામાં આવશે તો એનાથી ઘણી બધી ગર્લ્સને ક્રિકેટ રમવાનો ઉત્સાહ વધશે.
આ પણ વાંચો: પ્રથમ વખત સુરતમાં રાષ્ટ્રીય સમિટનું આયોજન, ગૃહપ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત
ઇન્ડિયન ગ્રીન વુમન્સ ટીમના વાઇસ કેપ્ટન રેણુકા ચૌધરી : ઇન્ડિયન ગ્રીન વુમન્સ ટીમના વાઇસ કેપ્ટન રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું કે, હું સુરત જિલ્લા માંડવીના બળતરગામથી આવું છું. હું છેલ્લા 11 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું. હાલ છેલ્લા 6 વર્ષથી ગુજરાત ટીમની હું કેપ્ટન છું. સતત ત્રણ વર્ષ સુધી ચેલેન્જર રમી છું. એક વર્ષ સુધી ઇન્ડિયન ગ્રીન વુમન્સ ટીમમાં વાઇસ કેપ્ટન પણ હતી. પહેલા અમે લોકો ગામમાં ગલી ક્રિકેટ રમતા હતા. અમારા ત્યાં એક ગિરિન શાહ નામના કાકા હતા તેમણે ક્રિકેટનું જ્યાં કોચીંગ આપવામાં આવતું હતું, ત્યાં કામ કરતા હતા. તેમણે અમને જણાવ્યું કે, તમારે ક્રિકેટ રમવું હોય તો માંડવીમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચાલી રહ્યું છે. તો પછી અમે લોકો એવી રીતે ક્રિકેટની સ્ટાટિન્ગ કરી અને અત્યારે જે પણ હાલમાં છું હું એમના થકી જ છું. જે પણ છોકરીઓ ક્રિકેટ કોચિંગ ક્લાસના ફીસ ભરી શક્તિ ન હોય તેમણે પણ ફ્રી કોચિંગ આપવામાં આવી રહ્યું છે. જે પણ છોકરીઓ પ્રેક્ટિસ કરી રહી છે તેઓને સારો કોચિંગમાં પ્રેક્ટિસ મળે તો ખૂબ જ સારું કહેવાય અને જયારે હવે IPL માં મહિલા ક્રિકેટની ટીમ બનવામાં આવશે તો એનાથી ઘણી બધી ગર્લ્સને ક્રિકેટ રમવાનો ઉત્સાહ વધશે. અને આ એક ખૂબ જ સારો મોકો છે.
ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લીધો : એડવોકેટસ પ્રીમિયર લેગ્સ ક્રિકેટ આયોજક સંજય નાયક જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતના ફક્ત વકીલો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યો છું. ઓલ ગુજરાત ડીસ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન હું કરું છું, પરંતુ 2 વર્ષથી કોરોનાના કારણે મેચ રમી શક્યા નહોતા, પરંતુ આ વખતે વકીલ મિત્રોને ખૂબ જ આગ્રહ હતોકે, આ વર્ષે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં અમે આજે જે ફાઇનલ અને સેમિફાઇનલ મેચ છે એમાં આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં લાખો રાજસ્થાની કરશે શક્તિપ્રદર્શન, "મ્હારો માન રાજસ્થાન" કાર્યક્રમમાં જાણો કોણ રહેશે હાજર
કોર્ટમાં એકબીજા સાથે લડનારા અહીં એકબીજા સાથે મળીને ક્રિકેટ રમે છે : એડવોકેટસ પ્રીમિયર લેગ્સ ક્રિકેટ આયોજક સંજય નાયકે વધુમાં જણાવ્યુ હતું કે, આજે જે ફાઇનલ ટીમને વિજેતા ટીમને ઇનામ વિતરણમાં કાંઈક અલગ કરીએ બધા લોકો સેલિબ્રિટીને બોલાવે છે. તો આ ગુજરાતની દીકરીઓ સેલિબ્રિટી છે. તો એમને કેમ નહીં બોલાવીએ તો મેં આજે રેણુકા ચૌધરી જેઓ ઇન્ડિયા ગ્રીન ટીમમાંથી રમે છે અને કૃતિકા ચૌધરી જેઓ ઇન્ડિયાના બ્લુ ટીમમાંથી રમે છે. તેમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા છે. તે ઉપરાંત સુરત જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને અન્ય સિનિયર સાથ સહકાર આપવા માટે આવ્યા છે. કાળો કોટ અને બોલ-બેટમાં એમ છેકે હું પોતેજ ક્રિકેટર છું એ પછી કાળો કોટ પહેર્યો છે. હું રણજી ટ્રોફી પ્લેયર જ છું, પરંતુ કાળો કોટ પહેરીને કોર્ટમાં એકબીજા સાથે લડતા અને અહીં એકબીજા સાથે મળીને ક્રિકેટ રમી રહ્યા છીએ.