ETV Bharat / city

સુરતમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે લીધી કોરોના વેક્સિન - Frontline Corona Warriors

દેશમાં કોરોના વેક્સિનેશન ફેઝ 2ની શરૂઆત રવિવારથી થઈ છે. ત્યારે હેલ્થ વર્કર્સ વધુમાં વધુ સામે આવીને કોરોના વેક્સિન લે, તેવા હેતુસર સુરતમાં કલેક્ટર, મનપા કમિશનર અને પોલીસ કમિશનર અને જોઈન્ટ કમિશનર સહિતના અધિકારીઓએ અન્ય લોકોને કોરોના વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.

સુરત
સુરત
author img

By

Published : Jan 31, 2021, 6:48 PM IST

  • સુરતમાં કોરોના વેક્સિનેશન ફેઝ-2ની શરૂઆત
  • સુરત પોલીસ અને મનપા કમિશનર તેમજ કલેક્ટરે લીધી વેક્સિન
  • ફન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી લેવાની કરાઈ અપીલ

સુરત : શહેરની સ્મીમેર હોસ્પિટલમાં કલેક્ટર ડૉ. ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, CP અજય તોમર, DDO હિતેશ કોયા, જોઈન્ટ CP એસ. આર. મૂલીયાના, ટ્રાફિક DCP પ્રશાંત સુમબે, ભાવના પટેલ અને DYSP ઉષા રાડા અને ACP સી. કે. પટેલ સહિત મોટી સંખ્યા પોલીસ અધિકારીઓ તેમજ મનપાના અધિકારીએ કોરોના વેક્સિન લીધી હતી. કોરોના વેક્સિન લીધા બાદ પોલીસ કમિશનર અને કલેક્ટર અને મનપા કમિશનરે મીડિયાને સંબોધન કરીને હેલ્થ વર્કર્સ અને કોરોના વોરિયસ તેમજ અન્ય લોકોને ભારત દેશની સ્વદેશી વેક્સિન લેવાની અપીલ કરી હતી.

ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે લીધી કોરોના વેક્સિન

80 સેન્ટર્સ પર 3,470 હેલ્થ વર્કર્સે મૂકાવી

સુરતમાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ આવ્યો હતો. ત્યારે સૌથી પહેલા મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલા ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિનેશનના 8મા કાર્યક્રમમાં 80 સેન્ટર્સ પર 3470 હેલ્થ વર્કર્સે રસી મૂકાવી છે. 35 હજાર હેલ્થ વર્કર્સમાંથી 21,651એ લાભ લીધો છે. હવે 8,400 હેલ્થ વર્કર્સે બાકી છે. ત્યારે હવે ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ રસીકરણ હાથ ધરાશે. માત્ર પાલિકાના જ 21 હજાર કર્મચારીઓ છે. જે બાદ પોલીસ, કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓ મળી ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.