- આરોગ્ય પ્રધાન દ્વારા બેઠકનું આયોજન
- ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો
- કોરોના વાઇરસ હાલ બીજા તબક્કામાં
સુરત: ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છે. કોરોના સંક્રમણનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે. સુરતની પરિસ્થિતિ પર આરોગ્ય પ્રધાન દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં સુરતના નોડલ ઓફિસર મહેન્દ્ર પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં અગત્યના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સુરત શહેરમાં હાલ 2225 બેડ ખાલી
આ બેઠકમાં સુરત સિવિલ હોસ્પિટલના SOP ડૉક્ટર વાઢેલ હાજર રહ્યા હતા. આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના જણાવ્યા મુજબ સુરતમાં હાલ પૂરતી કોઈ ચિંતા નથી. સુરત વાસીઓએ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં હાલ 2225 બેડ ખાલી છે. હાલ માત્ર 83 દર્દી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતમાં વેન્ટિલેટર, ઓક્સિઝન, બેડ, દવા, ઇન્જેક્શન સ્ટોકમાં રાખવામાં આવ્યા છે.
બહાર નીકળતા કોરોનાનું સંક્રમન વધ્યું
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીમાં લોકો બહાર નીકળ્યા હતા જેના કારણે કોરોનાના કેસ વધ્યા છે. દિવાળીમાં લોકો ખરીદી અને ફરવા માટે બહાર નીકળતા કોરોનાનું સંક્રમન વધ્યું છે. સુરતમાં વધુ લોકો હોમ-કોરોન્ટાઈનમાં સાજા થઈ રહ્યા છે.