- આખા દેશમાં સૌથી ઓછા પોઝિટિવિટી રેટમાં સુરત શહેર સામેલ
- સુરતમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ઘટી 0.7 ટકા થયો
- પોઝિટિવિટી રેટ 0.7 તો રીકવરી રેટ 96 ટકા થયો
સુરત: છેલ્લા 24 કલાકમાં શહેરમાં માત્ર બે જ મોત નોંધાતાં તંત્રને મોટી રાહત થઇ છે. એપ્રિલથી મે મહિના સુધીમાં કોરોનાના કેસો બે હજારથી પણ વધુ હતાં પરંતુ હવે કેસ 300ની અંદર જતા શહેરીજનો પણ કોરોનાનું સંક્રમણ કરતાં હાશકારો અનુભવી રહ્યા છે. સુરતમાં ચાલી રહેલા 32 કોવિડ સેન્ટરમાંથી 90 ટકા કોવિડ સેન્ટરમાં કેસ ઓછા થતાં 28 જેટલા સેન્ટર બંધ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં આજે રવિવારે કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા
સુરતની સ્થિતિ
અગાઉ પોઝિટિવ | 1,40,526 |
નવા પોઝિટિવ નોંધાયા | 197 |
કુલ | 1,40,722 |
વધુ 489 સહિત સારા થયા | 1,35,183 |
વધુ 4 સહિત મોત | 2069 |
સારવાર હેઠળ પોઝિટિવ | 3470 |
સરકારી હોસ્પિટલમાં બેડની સંખ્યા
- સિવિલ હોસ્પિટલ
કુલ બેડ | 1518 |
હાલમાં દાખલ દર્દીઓ | 147 |
બેડ ઑક્યુપેન્સિ | 9.68 ટકા |
- સ્મીમેર હોસ્પિટલ
કુલ બેડ | 941 |
હાલમાં દાખલ દર્દીઓ | 161 |
બેડ ઑક્યુપેન્સિ | 17.11 ટકા |
પોઝિટિવિટી રેટ 0.7 ટકા તો રિકવરી રેટ 96 ટકા છે
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી બંછા નિધિ પાનીએ ETV Bharatને જણાવ્યું હતું કે,
સુરતમાં કોવિડના કેસ ખૂબ જ ઓછા થયા છે. આખા દેશમાં સૌથી ઓછા પોઝિટિવિટી રેટમાં સુરત શહેર સામેલ છે. પોઝિટિવિટી રેટ 0.7 ટકા અને રિકવરી રેટ 96 ટકા છે. એક વખત 24 કલાકમાં 108 એમ્બ્યુલન્સમાં 340 જેટલા કોલ્સ આવતા હતા તે ઘટીને 10થી 20 કોલ્સ આવી રહ્યા છે.બીજા જે પેરા મીટર્સ છે 104નું હોય કે SOS હોય તમામ બાબતોમાં જોઈએ તો 90 ટકા બેડ ખાલી છે. ઓક્સિજનમાં એક વખત જે 220 મેટ્રિક ટનની ખપત થતી હતી તે ઓછા થઈને 20 મેટ્રિક ટન વપરાશ છે. જે ખૂબ આનંદની બાબત છે. સુરતમાં ટેસ્ટીંગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરાયું હતું. RT-PCR ટેસ્ટ 5 ઘણા કરવામાં આવ્યા. માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં વધારે ફોકસ કરાયું સાથે સાથે લોકોને કોવિડ હેલ્થ કાર્ડમાં ગ્રીન અને વ્હાઇટ કાર્ડ આપવામાં આવ્યા.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં રવિવારે 1497 લોકોએ કોરાના રસીનો ડોઝ લીધો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,
અલગ અલગ સેકટર જ ટેકસટાઇલ, ડાયમન્ડ અને ગુડ્સ માટે અનેક ગાઈડલાઈન બાહર પાડવામાં આવી હતી. ટ્રેસિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટની ટ્રિપલ T પોલિસી સાર્થક કરી શક્યા હતા. 250થી વધુ ધનવંતરિ રથ સાથે સંજીવની રથ છે. કાર્પેટ કોમ્બિનિંગ ઓપરેશન કરીને જ્યાં ખૂબ કેસ હતા ત્યાં ટેસ્ટીંગ કરીને આઇસોલેટ કરીને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. લોકો કોવિડ ગાઈડ લાઇન અનુસરે. કોરોનાની ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઈશ્વરને પ્રાર્થના છે કે, થર્ડ વેવ ન આવે પરંતુ થર્ડ વેવ માટે મેન પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ તમામ તૈયારીઓ કરાઈ રહી છે.