સુરતઃ આ મહિલાનો પુત્ર મુંબઈની હિસ્ટ્રી ધરાવતો હતો અને રિંગ રોડની રાધે ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં દુકાન ચલાવે છે. રાધે ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં અગાઉ 61 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં બાદમાં મહિલાના બંને પુત્રને પણ ક્વોરોન્ટાઇન કરાયા હતા.
હાલ આરોગ્ય વિભાગ મહિલાના મોતને લઈ થયું દોડતું. સુરતમાં હાલ સુધી પોઝિટિવ કેસની સંખ્યા 13 છે. જેમાંથી કુલ મોત 2, ડિશચાર્જ 3, આઇસોલેશન હેઠળ 6 છે. જ્યારે શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 195, પૈકી 171 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ છે અને હાલ કુલ 13 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે.
રજની લીલાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનો પુત્ર આરકેટી માર્કેટમાં કામ કરે છે. તેમનો પુત્ર 8 માર્ચે મુંબઈ ગયો હતો અને 9મી માર્ચે પરત ફર્યો હતો. પુત્રની આરકેટી માર્કેટ પહેલા માળે દુકાન છે, તે 20 માર્ચ સુધી ચાલુ હતી. અગાઉ આરકેટીમાં કામ કરતાં એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેની દૂકાન છઠ્ઠા માળે હતી. તેમના પુત્રમાં પણ લક્ષણો હતાં પણ 30 માર્ચના રોજ સાજો થઈ ગયો હતો.