- કોરના ફેજ 2 ની અસર હીરા ઉદ્યોગ પર
- ફરી રત્નકલાકારોની હાલત કફોડી બની રહી છે
- ફેઝ 2 માં રત્નકલાકાર યુનિયન પાસે અનેક ફરિયાદ આવી રહી છે
સુરતઃ કોરોના કાળના ફેઝ 1માં હીરા ઉદ્યોગની હાલત કફોડી બની હતી. લોકડાઉન દરમિયાન રત્નકલાકારો ઘરે રહ્યા હતા અને આર્થિક સ્થિતિએ તેમના જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું હતુ. અનલોક થયા બાદ જેમ તેમ હીરા ઉદ્યોગ શરૂ થયો પરંતુ દિવાળી બાદ કોરોનાનો ફેઝ 2 શરૂ થતા ફરી એક વખત હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેઝ 2 માં રત્નકલાકાર યુનિયન પાસે રોજે 10 થી બાર ફરિયાદ આવી રહી છે.
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતોએ ફેઝ 2 ને ગણાવ્યો ઘાતક
સુરત સહિત દેશભરમાં કોરોનાનો ફેઝ 2 ચાલી રહ્યો છે. લોકડાઉન દરમિયાન સુરતનો હીરાઉદ્યોગ સંપૂર્ણ રીતે બંધ રહ્યો હતો, જેની અસર રત્નકલાકારોના પરિવાર પર પડી હતી. જેમ તેમ કરીને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ વધતા હીરાઉદ્યોગ ફરીથી શરૂ થયો. પરંતુ દિવાળી બાદ સુરતમાં કોરોનાનો ફેસ 2 આવતા ઉદ્યોગમાં ફરી ચિંતા જોવા મળી રહી છે. કારણ કે હાલ જ સુરતમાં જ નહીં જે વિદેશોમાં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ હતી પરંતુ હવે ત્યાં પણ કોરોનાનો કહેર પ્રસરી ગયો છે. ફેઝ 2 ને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતો ખૂબ જ ઘાતક ગણાવી રહ્યા છે.
કોરોના ફેઝ 2 ખૂબ જ ખતરનાક છે
જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વેસ્ટન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, હમણાં ઇંગ્લેન્ડ અને અન્ય દેશોમાં જે કોરોના ફેઝ 2 ચાલી રહ્યો છે, તે ખૂબ જ ખતરનાક છે. જેની અસર વિશ્વભરમાં થશે. ડાયમંડ યુનિયન વર્કરના ગુજરાત ઉપપ્રમુખ ભાવેશ ટાંક જણાવ્યું હતું કે, કોરોના ફેઝ 2 માં પણ રત્નકલાકારોની સ્થિતિ વધુ કફોડી બની છે. ઉદ્યોગકારો કહે છે કે પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડમાં વધારો થયો છે તેમ છતાં દિવાળી બાદ અનિયમિત વેતન અથવા તો બોનસ અત્યાર સુધી મળ્યું નથી એટલું જ નહીં અને દરરોજ 10 થી 12 જેટલી ફરિયાદો રત્નકલાકારો લઈને આવતી હોય છે.