સુરત: દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave In Surat) લોકોના સ્વાસ્થ્ય અને ઉદ્યોગ બંનેને નુકસાન પહોંચાડી રહી છે. સુરત શહેરમાં કોરોનાના કેસો (Corona Cases In Surat) વધતા કાપડ ઉદ્યોગ (Textile industry In Surat)નો લગ્નસરાનો વેપાર (Wedding Season Gujarat) બગડ્યો છે. મિલ માલિકો અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ શ્રમિકોની છટણી કરવા લાગ્યા છે. નોકરીથી કાઢી દેવાતા શ્રમિકો પોતાના વતન જવા માટે મજબૂર થયા છે.
રોજગારી ન હોવાના કારણે શ્રમિકો વતન જવા મજબૂર
સુરત સહિત દેશભરમાં કોરોના (Corona In Surat)ના વધી રહેલા કેસના કારણે લગ્નસરાની સીઝન હોવા છતાં ડિમાન્ડમાં અછત જોવા મળી રહી છે. કાપડ ઉત્પાદનને અસર નોંધવાની શરૂઆત થઈ ગઈ છે. એટલું જ નહીં સરકાર દ્વારા લગ્નસરા માટે પણ SOP જાહેર કરી દેવાતા ડાઈનિંગ, પ્રિન્ટિંગ, મિલો સહિત વિવિંગ એકમોમાં પણ કામ ઘટ્યું છે. આ કેટલાક વેપારીઓ છટણી કરી રહ્યા છે.
વિવિંગ યુનિટમાં 2 પાળીની જગ્યાએ એક પાળી
રોજગારી (Employment In Surat) ન હોવાના કારણે યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, રાજસ્થાનના શ્રમિકો પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. અનેક મિલમાલિકોએ 2 દિવસની રજા પણ અઠવાડિયા દરમિયાન જાહેર કરી દીધી છે. તો વિવિંગ યુનિટમાં 2 પાળીની જગ્યાએ એક પાળી કરી દેવામાં આવી છે.
10થી 12 હજાર રૂપિયામાં નોકરી કરવા કહેવામાં આવે છે
સાડી ફોલ્ડિંગ (Saree folding work in Surat)નું કામ કરનારા વિમલ પાંડેએ જણાવ્યું હતું કે, જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે આવી જ પરિસ્થિતિનો સામનો અમે કરી રહ્યા છે, જ્યારે પણ કેસો વધે છે અમને કાઢી દેવામાં આવે છે. 6 મહિના પહેલા જ નોકરી લાગી હતી. માલિક 10થી 12 હજાર રૂપિયામાં નોકરી કરવા કહે છે જે શક્ય નથી, કારણકે 3,000 રૂપિયા હું ઘરનું ભાડું ભરું છું. હવે ગામ જવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. BSC કરીને સુરત આવ્યો હતો, તો નોકરી પર આવવાની જરૂર નથી.
આ પણ વાંચો: Surat AAP Coax Mahesh Sawani : આપ કાર્યકર્તાઓના સવાણીના કાર્યાલય બહાર ધરણા
મોંઘવારીમાં ઓછા વેતનમાં ભરણપોષણ કરવું શક્ય નથી
ડબ્બુ શુક્લા મૂળ UPનો રહેવાસી (Migrants from Uttar pradesh in Surat) છે અને સુરતના ન્યુ ટેક્સ્ટાઇલ માર્કેટમાં કામ કરતો હતો, પરંતુ ત્યાંથી તેને નોકરી પર આવવાની ના પાડી દેવામાં આવી છે તેઓએ જણાવ્યું હતું કે દુકાનદારે સ્પષ્ટ કર્યું હતું કે જો ઓછા પગારમાં કામ કરવું હોય તો કરો અથવા તો નોકરી પર આવવાની જરૂર નથી. મોંઘવારીમાં ઓછા વેતનમાં કેવી રીતે પરિવારનું ભરણપોષણ કરી શકીશ હવે અમે ગામ જઈશું.
ગામમાં જઈને મજૂરી કરીશું
અન્ય શ્રમિક દેવ પ્રકાશ દુબેએ જણાવ્યું હતું કે, તેઓ UPના છે અને અહીં ટેક્સટાઇલમાં નોકરી કરતા હતા. અહીં માલિકે જણાવ્યું છે કે, હવે કામ નથી, તમે પોતાના વતન ચાલ્યા જાઓ. માલિક 9થી 10 હજારમાં નોકરી કરવા કહે છે, જે શક્ય નથી શાળાઓ પણ બંધ હતી તેમ છતાં ફી માંગવામાં આવી જેના કારણે એક વર્ષથી મારા 2 બાળકો શાળા પણ ગયા નથી. હવે ગામમાં જઈને મજૂરી કરીશું, ત્યાં ઓછા ખર્ચે બાળકો ભણી પણ શકશે.
1 લાખથી વધુ લોકો સુરત છોડી ચૂક્યા છે
સુરત જિલ્લા ટેક્સટાઇલ શ્રમિક યુનિયનના પ્રમુખ (President of Surat District Textile Workers Union) ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસો વધતા ટેક્સટાઇલ માર્કેટમાં અને કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન ઓછું છે. ઉદ્યોગકારો અને વેપારીઓ કામદારોને કાં તો કાઢી રહ્યા છે કાં તો ઓછા પગારે નોકરી કરવા કહી રહ્યા છે. આ અંગે અમને અનેક ફરિયાદો પણ મળી છે. પહેલા હોળી પર શ્રમિકો પોતાના વતન જતા હતા, પરંતુ આ વખતે નોકરી જવાના કારણે હાલ જ વતન જવા માટે મજબૂર થઈ રહ્યા છે. પ્રોસેસિંગમાં 2 દિવસની રજા આપવામાં આવી છે, જ્યારે વિવિંગ યુનિટમાં એક પાળી કરી દેવાઈ છે. આશરે 1 લાખથી વધુ લોકો સુરતથી જઇ ચૂક્યા છે.
આ પણ વાંચો: Corona Test in Surat: સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી, બસ સ્ટેન્ડ ઉપર હજી પણ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ નહી