સુરત: કોરોના કેસ વધતા જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (Jain International Organization) દ્વારા સુરતના રાંદેર વિસ્તારમાં 100 બેડવાળું કોવિડ આઇસોલેશન સેન્ટર (Covid isolation center in surat) બનાવામાં આવ્યું છે. આ સેન્ટરનો શુભારંભ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને શહેરના મેયર હેમાલીબેન બોઘાવાળાના હસ્તે કરવામાં આવ્યો હતો.
100 બેડવાળું કોવિડ આઇસોલેશન સેન્ટર બનાવામાં આવ્યું
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા 100 બેડવાળું કોવિડ આઇસોલેશન સેન્ટર બનાવામાં આવ્યું છે. આ સેન્ટરનો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને શહેરના મેયર હેમાલીબેન બોઘાવાળાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. અહીં દર્દીઓના મનોરંજન માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્દીઓ નાટક, મૂવી સિરિયલો જોઇ શકે તે માટે મોટી સ્ક્રિન પણ મુકવામાં આવી છે.
આ પણ વાંચો: Fever Cases In Surat: કોરોનાના કહેર વચ્ચે સિવિલ હૉસ્પિટલ શરદી-ખાંસી અને તાવના દર્દીઓથી ઉભરાઈ
10 ઓક્સિજનના બેડ પણ રાખવામાં આવ્યા છે
આ જ કોવિડ-સેન્ટરમાં પહેલી લહેરમાં 1,025 જેટલા દર્દીઓ અને બીજી લહેરમાં 451 જેટલા દર્દીઓ સાજા થયા હતા. આ તમામ વખતે હોમિયોપેથિક, આયુર્વેદિક, કે એલોપેથિક તમામ પ્રકારની દવાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં 10 બેડ ઓક્સિજન (Oxygen beds in isolation center Surat)ના પણ રાખવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave In Surat) જ્યારે આખા દેશમાં ફેલાઈ રહી છે તેવા સમયે ભારતીય જનતા પાર્ટીના અને શહેરના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ અને તેમની ટીમ દ્વારા આ આઇસોલેશન સેંટર ઊભું કરવામાં આવ્યું છે.
પહેલી અને બીજી લહેરમાં 1500 દર્દીઓને સારવાર આપવામાં આવી
પહેલી અને બીજી લહેર (Corona Second Wave In Surat)માં તેમની ટીમ દ્વારા લગભગ 1500 જેટલા કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. અહીં સારી સારસંભાળના કારણે દર્દીઓએ હોસ્પિટલ જવાની જરૂર પડી નહોતી. તેમણે પોતાના આઇસોલેશન સેન્ટરની અંદર ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની પણ વ્યવસ્થા કરી હતી. કોરોનાકાળમાં આ રીતે સેવાકીય પ્રવૃત્તિ નીરવભાઈ અને તેમની ટીમ કરી રહી છે.
આ પણ વાંચો: Corona Case In Surat: સુરતમાં બેંક કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત