ETV Bharat / city

Corona Guidelines In Surat: 100 ટકા ક્ષમતા સાથે દોડી રહી છે સિટી બસો, માસ્ક વગર જોવા મળ્યા અનેક મુસાફરો - સુરતમાં રેડ સિટી બસો

સુરત શહેરમાં 50 ટકા ક્ષમતા સાથે સિટી બસો (City Buses In Surat) દોડાવવાના નિયમ (Corona Guidelines In Surat)ની જાહેરાત છતાં 100 ટકા ક્ષમતા સાથે સિટી બસો દોડી રહી છે. એટલું જ નહીં લોકો માસ્ક (People Without Mask In Surat) વગર પણ જોવા મળી રહ્યા છે. કોરોના સંક્રમણ વધતા સુરતમાં 50 ટકા ક્ષમતા સાથે સિટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Corona Guidelines In Surat: 100 ટકા ક્ષમતા સાથે દોડી રહી છે સિટી બસો, માસ્ક વગર જોવા મળ્યા અનેક મુસાફરો

author img

By

Published : Jan 10, 2022, 7:48 PM IST

સુરત: સુરત શહેરમાં સિટી બસો (City Buses In Surat) 50 ટકા ક્ષમતા સાથે ચાલવામાં આવશે. શહેરમાં વધતા જતા કોરોના કેસ (Corona Cases In Surat)ને લઈને થોડા દિવસ અગાઉ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આ જાહેરાત માત્ર કાગળ ઉપર હોય એમ લાગી રહ્યું છે. શહેરના સિટી બસમાં 100 ટકા મુસાફરો જોવા મળી રહ્યા છે. કોરોનાની ભયકંર સ્થિતિ (Corona Guidelines In Surat) છતાં તંત્રના પેટનું પાણી હલી રહ્યું હોય તેવું લાગતું નથી.

સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી

શહેરમાં ચાલતી સિટી બસોમાં 50 ટકા ક્ષમતા સામે 100 ટકા મુસાફરો જોવા મળી રહ્યા છે.

સુરત શહેરમાં એક બાજું દિવસે દિવસે કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેને લઈને થોડા દિવસ અગાઉ 5 જાન્યુઆરીએ શહેરમાં કોરોના કેસ 500ને પાર કરતા સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, શહેરમાં ચાલતી BRTS (BRTS Buses In Surat), ગ્રીન સિટી (Green City Buses in Surat), રેડ સિટી (Red City Buses In Surat) આ તમામ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલવામાં આવશે, જેથી કોરોના સંક્ર્મણ (Corona In Surat)ને નિયંત્રણમાં રાખી શકાય. આ નિયમ કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે. હજી પણ શહેરમાં ચાલતી સિટી બસોમાં 50 ટકા ક્ષમતા સામે 100 ટકા મુસાફરો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં અનેક મુસાફરો માસ્ક (People Without Mask In Surat) વગર પણ જોવા મળી રહ્યા છે. શહેરમાં કોરોના કેસ 1700ને પાર થઇ ગયા છે. જો આ જ સ્થિતિ રહી તો આગામી સમયમાં કેસો વધી શકે છે.

આ પણ વાંચો: Corona Cases Increase : સુરત હોસ્પિટલમાં કોરોના કેસોમાં 50 ટકાનો વધારો, તંત્ર થયું દોડતું

માસ્ક વગર જોવા મળી રહ્યા છે અનેક લોકો

સુરત શહેરમાં એક બાજું દિવસે-દિવસે કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. શહેરની સિટી બસોમાં 50 ટકાને બદલે 100 ટકા મુસાફરો જોવા મળી રહ્યા છે. બસમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે તમામ મુસાફરોને ભરચક રીતે ભરવામાં આવ્યા છે. આમાં અમુક લોકો માસ્ક વગર પણ જોવા મળી રહ્યા છે. એક બાજું તંત્ર એમ કહે છેકે શહેરમાં સિટીબસ 50 ટકા ક્ષમતા સાથે ચાલવામાં આવી રહી છે, તો બીજી બાજું સિટી બસોમાં ભરચક મુસાફરો તંત્ર ઊંઘી રહ્યું છે તેવી ચાડી ખાય છે.

ડ્રાઇવર અને કંડક્ટરને કોઈ માહિતી નથી આપવામાં આવી?

સિટી બસોમાં ભરચક મુસાફરો
સિટી બસોમાં ભરચક મુસાફરો

બસમાં ડ્રાઇવર અને કંડક્ટરને 50 ટકા ક્ષમતાને લઈને કોઈ પ્રકારની માહિતી જ આપવામાં આવી ન હોય તેવું લાગી રહ્યું છે. 50 ટકા ક્ષમતા સાથે સિટી બસો દોડાવવાનો નિયમ માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. આ બબાતે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કમલેશ.બી.નાયક દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, "અમે જે દિવસે જાહેરાત કરી તે દિવસે જ તમામ સિટી બસના, તમામ સ્ટેશનોના સુપરવાઈઝરોને આ બાબતે માહિતગાર કર્યા હતા. તેમ છતાં જો આવું છે તો હું તપાસ કરીશ. આજે ફરી એકવાર કડકમાં કડક અમલ થાય તે માટે તમામ બસ સ્ટેશનના સુપર વાઈઝરોને સૂચના આપી દેવામાં આવશે.

આ પણ વાંચો: Corona Case In Surat: સુરત સિવિલ હોસ્પિટલના RMO અને Supridented કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.